જસ્ટિન ટ્રુડો પહેલીવાર બોલ્યાં, ખાલિસ્તાનીઓ તમામ શીખોનું પ્રતિનિધિત્વ નથી કરતાં
November 10, 2024
બ્રેમ્પટન : ભારત-કેનેડા વચ્ચે ચાલી રહેલો ઉગ્ર વિવાદ અને તાજેતરમાં જ બ્રેમ્પટનમાં હિંદુ ભક્તો પર ખાલિસ્તાની ઉગ્રવાદીઓના હુમલાની ભારત સહિત અનેક દેશોમાં ટીકા કરવામાં આવી છે. આ તમામ ઘટનાઓના કારણે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના દેશમાં પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. ચોતરફ ઘેરાયા બાદ હવે ટ્રુડોએ સંસદમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરીને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ‘દિવાળી’ અને શિખોનો તહેવાર ‘કેદી મુક્તિ દિવસ’ પર સંસદમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે પહેલીવાર ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અંગે કહ્યું છે કે, ખાલિસ્તાનીઓ તમામ શીખોનું પ્રતિનિધિત્વ કરતાં નથી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત એક વ્યક્તિએ ટ્રુડોના નિવેદનને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, જેમાં તેઓ ખાલિસ્તાની અંગે નિવેદન આપતા જોવા મળી રહ્યા છે. જસ્ટિન ટ્રુડો કહે છે કે, કેનેડામાં ખાલિસ્તાનીઓનું સમર્થન કરનારા અનેક લોકો છે, જોકે તેઓ આખા શિખ સમાજનું પ્રતનિધિત્વ કરતા નથી. આપણા દેશમાં કોઈપણ પ્રકારની હિંસા, અસહિષ્ણુતા અને વિભાજનને સ્થાન અપાતું નથી. અહીંના શીખો એવા લોકો નથી, જેઓ ખાલિસ્તાનનું સમર્થન કરતા હોય, તેઓ આખા સમાજનું પ્રતિનિધિત્વ કરતા નથી. અમે તમામ લોકોને પોતાની સંસ્કૃતિ અનુસાર જીવવા તેમજ પોતાના સમાજના નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. વર્તમાન સમયમાં અમારી સમક્ષ અભિપ્રાયનો આદર અને વિભાજનથી બચવાનો પડકાર છે.
Related Articles
જસ્ટિન ટ્રુડોની મુશ્કેલી વધી, કેનેડિયન પોલીસે લગાવ્યા આરોપ
જસ્ટિન ટ્રુડોની મુશ્કેલી વધી, કેનેડિયન પ...
કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આપ્યું રાજીનામું
કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલ...
Dec 17, 2024
કેનેડામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીની હત્યાથી ભારત ભડક્યું, કહ્યું, વંશીય ગુનાથી સાવધ રહો
કેનેડામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીની હત્યા...
Dec 13, 2024
કેનેડામાં વધુ એક નિયમ બદલાયો, જોબ ડિમાન્ડ હશે તો જ PG સ્ટુડન્ટને વર્કપરમિટ અપાશે
કેનેડામાં વધુ એક નિયમ બદલાયો, જોબ ડિમાન્...
Dec 13, 2024
ટોરંટોમાં બાંગ્લાદેશના હાઇ કમિશન સામે હિન્દુઓએ વિરોધ પ્રદર્શન
ટોરંટોમાં બાંગ્લાદેશના હાઇ કમિશન સામે હિ...
Dec 12, 2024
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, CCTVમાં કેદ થઈ ઘટના
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીન...
Dec 09, 2024
Trending NEWS
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
Dec 20, 2024