‘પીટી ઉષા ભાજપની તરફેણમાં, ઓલમ્પિક વખતે મને સાંત્વના પણ ન આપી’ વિનેશ ફોગાટનો આક્ષેપ
September 12, 2024
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા જાણીતા પહેલવાન વિનેશ ફોગાટએ ભારતીય ઓલમ્પિક સંઘના પ્રમુખ અને એક જમાનાના રનર પીટી ઉષા પર ગંભીર આરોપ મૂક્યો છે. પીટી ઉષા ભાજપ તરફી રાજનીતી કરી રહ્યા હોવાનું ફોગાટ માની રહ્યા છે.
ફોગાટએ કહ્યું છે કે, પેરીસ ઓલમ્પિકમાં જ્યારે એમને ગેરલાયક જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે હોસ્પિટલમાં પીટી ઉષા એમને મળવા માટે આવ્યા હતા. એ વખતે પીટી ઉષાએ ફોગાટ સાથે કોઈ વાત કરી નહોતી કે એમને સાંત્વના આપી નહોતી. ફક્ત ફોટા પડાવીને તરત બહાર નીકળી ગયા હતા. આ પ્રસંગ પછી વિનેશ ફોગાટનું દિલ તૂટી ગયું હતું અને ખૂબ નિરાશ થઈ ગયા હતા.
હરિયાણાની રાજનીતીમાં ભાજપ અને દેવીલાલ કુટુંબ વચ્ચે 52 વર્ષથી સંબંધ હતો. હરિયાણામાં ભાજપન (જનસંઘ)ના જનક કહેવાતા ડો. મંગલસેન અને ચૌધરી દેવીલાલની દોસ્તીની વાતો હરિયાણાના લોકો આજ સુધી ભૂલ્યા નથી. પાછળથી આ બંનેની મિત્રતા રાજકીય ગઠબંધનમાં પરિણમી હતી. ચૌધરી દેવીલાલ 1977માં મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે મંગલસેનને ઉપમુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે હરિયાણા ભાજપના કેટલાક નેતાઓના અહંકારને કારણે આ સંબંધનો અંત આવ્યો છે.
કોંગ્રેસે જુલાનાની બેઠક પરથી વિનેશ ફોગાટને મેદાનમાં ઉતારીને ઓલમોસ્ટ ભાજપને મોટો ફટકો આપ્યો હતો. મહિલા પહેલવાન વિનેશ ફોગાટ જીતવા માટે હોટફેવરિટ ગણાવા લાગ્યા હતા, પરંતુ એ બેઠક પર ટ્વિસ્ટ ભાજપે નહીં આમ આદમી પાર્ટીએ લાવ્યો છે. આમ આદમી પાર્ટીએ કવિતા દલાલને મેદાનમાં ઉતાર્યા છે. કવિતા દલાલ મહિલા પહેલવાન હતા. લેડી ખલીના ઉપનામથી જાણીતા થયેલા કવિતા દલાલ ડબલ્યુ ડબલ્યુ ઈમાં દેશના પ્રથમ પ્રોફેશ્નલ રેશલર હતાં. આપ અચાનક આવો દાંવ ખેલશે એની કલ્પના કોંગ્રેસે કરી ન હતી.
Related Articles
UAEમાં રમાશે ચેમ્પિયન્સ ટ્રોફી? પાકિસ્તાનમાં સ્ટેડિયમ તૈયાર ન થતાં લેવાઈ શકે છે નિર્ણય!
UAEમાં રમાશે ચેમ્પિયન્સ ટ્રોફી? પાકિસ્તા...
ઑસ્ટ્રેલિયા સામે પરાજય બાદ ભારતને વધુ એક ઝટકો: ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન, સાઉથ આફ્રિકા નીકળ્યું આગળ
ઑસ્ટ્રેલિયા સામે પરાજય બાદ ભારતને વધુ એક...
Jan 07, 2025
જાડેજા ઠીક છે પણ સુંદર અને રેડ્ડીને ટીમમાં ના લેવાય: સંજય માંજરેકરે ટીમ ઈન્ડિયા પર ઉઠાવ્યા સવાલ
જાડેજા ઠીક છે પણ સુંદર અને રેડ્ડીને ટીમમ...
Jan 07, 2025
કોહલી અને રોહિતને કાઢી મૂકો: ખુરશી સંભાળતાં જ BCCIના નવા સેક્રેટરીનો કડક સંદેશ
કોહલી અને રોહિતને કાઢી મૂકો: ખુરશી સંભાળ...
Jan 07, 2025
41 વર્ષની વયે દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચી ચોંકાવ્યા, IPLમાં પણ રમી ચૂક્યો છે
41 વર્ષની વયે દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિન...
Jan 06, 2025
સુરતમાં સ્ટેટ લેવલના કબડ્ડીના ખેલાડીનું મોત, ફ્લેટમાંથી મૃતદેહ મળતા ઘેરાયું રહસ્ય
સુરતમાં સ્ટેટ લેવલના કબડ્ડીના ખેલાડીનું...
Jan 05, 2025
Trending NEWS
13 January, 2025
13 January, 2025
13 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
Jan 08, 2025