લોસ એન્જલસમાં આગની વચ્ચે લૂંટારાઓનો ત્રાસ, 20ની ધરપકડ
January 10, 2025
નેશનલ ગાર્ડ તૈનાત કરવા પડ્યા, લોસ એન્જલ્સમાં 150 અબજ ડોલરનું નુકસાન
કેલિફોર્નિયા : કેલિફોર્નિયાના લોસ એન્જલન્સમાં ફાટી નીકળેલા દાવાનળમાં લોકો પોતાનો જીવ બચાવવા ઘર-સામાન મૂકી સુરક્ષિત સ્થળે આશરો લઈ રહ્યા છે. ત્યાં બીજી તરફ ચોર-લૂંટારૂઓ આ દુર્ઘટનાનો લાભ લેતાં ખાલી પડેલાં ઘરોમાં લૂંટ મચાવી રહ્યા છે. પોલીસે લૂંટફાટ કરનારા સંદિગ્ધ 20 લોકોની ધરપકડ કરી છે.
લોસ એન્જલ્સ કાઉન્ટી સુપરવાઈઝર કેથ્રિન બર્ગરે જણાવ્યું હતું કે, ‘આ કટોકટીના સમયમાં અમુક લોકો નિર્દયી બન્યા છે. તેઓ ખાલી પડેલા ઘરોમાં ચોરી-લૂંટ મચાવી રહ્યા છે. કેલિફોર્નિયાનો લોસ એન્જલ્સ વિસ્તારમાં ધનિકો અને સેલિબ્રિટી વસવાટ કરે છે. દાવાનળના કારણે તેઓને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. તેમના ઘરની સુરક્ષા માટે નેશનલ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. ડિપાર્ટમેન્ટના 400 અધિકારીઓને બચાવ કામગીરી તેમજ પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યા છે.
લોસ એન્જલ્સના જંગલમાં ફાટી નીકળેલા દાવાનળના કારણે 1.80 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગના કારણે હજારો ઘરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયુ છે. બચાવ કામગીરી અને જનજીવન સામાન્ય બનાવવા કામગીરી ચાલુ છે. આ દાવાનળમાં 135થી 150 અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.
Related Articles
10,000 કરોડનો બંગલો લોસ એન્જલસની આગમાં ખાક
10,000 કરોડનો બંગલો લોસ એન્જલસની આગમાં ખ...
આગની જ્વાળાઓમાં લપેટાયુ લોસ એન્જલસ, મોત વધીને 16
આગની જ્વાળાઓમાં લપેટાયુ લોસ એન્જલસ, મોત...
Jan 13, 2025
'અમેરિકાએ કિંમત ચૂકવવી પડશે' ટ્રમ્પની ધમકી પર કેનેડા સાંસદનો જવાબ
'અમેરિકાએ કિંમત ચૂકવવી પડશે' ટ્રમ્પની ધમ...
Jan 13, 2025
દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ આગ સામે લાચાર: લાખો કરોડની સંપત્તિ રાખ, લૂંટ બાદ કર્ફ્યૂ, 11ના મોત
દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ આગ સામે લાચા...
Jan 11, 2025
બ્રાઝિલમાં બાઉન્ડ્રી તોડી વિમાન અગનગોળો બન્યું, 1નું મોત, 7 ઈજાગ્રસ્ત
બ્રાઝિલમાં બાઉન્ડ્રી તોડી વિમાન અગનગોળો...
Jan 10, 2025
બ્રિટનના વડાપ્રધાનને પાડી દેવાનો મસ્કનો પ્લાન! સિક્રેટ મીટિંગ કર્યાનો દાવો
બ્રિટનના વડાપ્રધાનને પાડી દેવાનો મસ્કનો...
Jan 10, 2025
Trending NEWS
13 January, 2025
13 January, 2025
13 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
Jan 13, 2025