ભારત-બાંગ્લાદેશ સીરિઝમાં રોહિત, વિરાટ અને અશ્વિન પાસે સુવર્ણ તક, બની શકે છે આ 5 રેકૉર્ડ
September 10, 2024
આ રેકોર્ડ છતાં રોહિત શર્માની અધ્યક્ષતાવાળી ભારતીય ટીમ બાંગ્લાદેશને હળવાશમાં લઈ શકે નહીં. તાજેતરમાં જ બાંગ્લાદેશે પાકિસ્તાનને તેના ઘરમાં 2-0થી હરાવ્યું હતું. પહેલી વખત બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહી હતી. ભારત-બાંગ્લાદેશ સિરીઝમાં અમુક મોટા રેકોર્ડ્સ પણ બની શકે છે.
સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં એક નવી મંજિલ મેળવવાની નજીક છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં કિંગ કોહલી જો 152 રન બનાવી દે છે, તો તે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 9,000 રન પૂરા કરી દેશે. વિરાટ એવો ચોથો ભારતીય બેટ્સમેન હશે જે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં 9 હજારનો આંકડો ટચ કરશે. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર જ આવું કરી શક્યા છે. વિરાટના નામે હાલ 113 ટેસ્ટ મેચમાં 49.15ની એવરેજથી 8848 રન છે. આ દરમિયાન તેણે 29 સદી અને 30 અડધી સદી ફટકારી છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા વધુ એક રેકોર્ડ બનાવવાના નજીક છે. જો રોહિત બાંગ્લાદેશ વિરુદ્ધ આગામી ટેસ્ટ સિરીઝમાં કુલ 7 સિક્સર મારે છે તો તે મહાન ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગનો રેકોર્ડ તોડી દેશે. જોકે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ સહેવાગના જ નામે છે, જેણે ભારત માટે 103 ટેસ્ટ મેચમાં 90 સિક્સર મારી. રોહિત શર્માએ અત્યાર સુધી 54 ટેસ્ટ મેચમાં 84 સિક્સર મારી છે.
વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 9 મહિનાના લાંબા બ્રેક બાદ વાપસી કરવા જઈ રહ્યો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ જ્યારે વિરાટ રમવા ઉતરશે તો તેની નજર ડોન બ્રેડમેનના રેકોર્ડ પર હશે. વિરાટના નામે હાલ 29 ટેસ્ટ સદી છે, તે બ્રેડમેનને પાછળ છોડવા માત્ર એક સદીથી દૂર છે. જો વિરાટ બાંગ્લાદેશ વિરુદ્ધ એક સદી ફટકારે છે. તો તે બ્રેડમેનના 29 સદીનો રેકોર્ડ તોડી દેશે. ટેસ્ટમાં સર્વાધિક સદી સચિન તેંડુલકરે (51) ફટકારી છે.
ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાનનો એક રેકોર્ડ તોડી શકે છે. જોકે ઝહીર ભારત-બાંગ્લાદેશની વચ્ચે ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ઝહીરે 7 ટેસ્ટ મેચમાં 31 વિકેટ લીધી હતી. અશ્વિન અત્યાર સુધી બાંગ્લાદેશ વિરુદ્ધ 6 ટેસ્ટ મેચમાં 23 વિકેટ લઈ ચૂક્યો છે. અશ્વિન આગામી સિરીઝમાં 9 વિકેટ લઈ લે છે તો તે ભારત-બાંગ્લાદેશની વચ્ચે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે.
Related Articles
UAEમાં રમાશે ચેમ્પિયન્સ ટ્રોફી? પાકિસ્તાનમાં સ્ટેડિયમ તૈયાર ન થતાં લેવાઈ શકે છે નિર્ણય!
UAEમાં રમાશે ચેમ્પિયન્સ ટ્રોફી? પાકિસ્તા...
ઑસ્ટ્રેલિયા સામે પરાજય બાદ ભારતને વધુ એક ઝટકો: ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન, સાઉથ આફ્રિકા નીકળ્યું આગળ
ઑસ્ટ્રેલિયા સામે પરાજય બાદ ભારતને વધુ એક...
Jan 07, 2025
જાડેજા ઠીક છે પણ સુંદર અને રેડ્ડીને ટીમમાં ના લેવાય: સંજય માંજરેકરે ટીમ ઈન્ડિયા પર ઉઠાવ્યા સવાલ
જાડેજા ઠીક છે પણ સુંદર અને રેડ્ડીને ટીમમ...
Jan 07, 2025
કોહલી અને રોહિતને કાઢી મૂકો: ખુરશી સંભાળતાં જ BCCIના નવા સેક્રેટરીનો કડક સંદેશ
કોહલી અને રોહિતને કાઢી મૂકો: ખુરશી સંભાળ...
Jan 07, 2025
41 વર્ષની વયે દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચી ચોંકાવ્યા, IPLમાં પણ રમી ચૂક્યો છે
41 વર્ષની વયે દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિન...
Jan 06, 2025
સુરતમાં સ્ટેટ લેવલના કબડ્ડીના ખેલાડીનું મોત, ફ્લેટમાંથી મૃતદેહ મળતા ઘેરાયું રહસ્ય
સુરતમાં સ્ટેટ લેવલના કબડ્ડીના ખેલાડીનું...
Jan 05, 2025
Trending NEWS
13 January, 2025
13 January, 2025
13 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
Jan 08, 2025