AIને તાલીમ આપવા આખા ઓસ્ટ્રેલિયાના ફોટોઝ ચોરી લીધા, ફેસબુકની ચોંકાવનારી કબૂલાત
September 14, 2024
ફેસબુક (મેટા) પર અનેકવાર આરોપ લાગી ચૂક્યા છે કે, તેઓ યુઝર્સના ડેટાનો ગેરકાયદે ઉપયોગ કરી રહ્યા છે. હવે ફેસબુકે ઓસ્ટ્રેલિયન સરકાર સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી છે કે તેમણે ઓસ્ટ્રેલિયાના તમામ એડલ્ટ યુઝર્સના ફોટોઝ અને પોસ્ટની ચોરી કરી હતી. આ પાછળનો તેનો હેતુ મેટાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલને તાલીમ આપવાનો હતો. મેટા 2007થી આ પ્રકારનો ડેટા ભેગો કરતી હતી. ઓસ્ટ્રેલિયન સરકારે ફેસબુકના આ નિર્ણયને પ્રાઇવસીનો ભંગ ગણાવ્યો છે. આ કારણસર કંપની પર કડક કાર્યવાહીનો ખતરો તોળાઈ રહ્યો છે. ફેસબુક (મેટા) એ 2007થી પોતાના AI મૉડલને તાલીમ માટે ઑપ્ટ આઉટનો વિકલ્પ આપ્યા વિના જ ઓસ્ટ્રેલિયાના એડલ્ટ યુઝર્સના જાહેર પ્લેટફૉર્મ પરથી ફોટા, પોસ્ટ અને અન્ય ડેટા ભેગા કરવાની વાતનો સ્વીકાર કર્યો છે. જોકે, યુરોપિયન લોકો કડક પ્રાઇવસીના કાયદાને કારણે ઑપ્ટ-આઉટ કરી શકે છે. ઓસ્ટ્રેલિયાના લોકોને આ વિકલ્પ આપવામાં આવ્યો ન હતો. મેટાની ગ્લોબલ પ્રાઇવસી ડિરેક્ટર, મેલિંડા ક્લેબૉગ (Melinda Claybaugh) એ સ્વીકાર્યું છે કે, મેટા જાહેર પ્લેટફૉર્મ પર મૂકવામાં આવેલી પોસ્ટ અને ડેટાને જ્યાં સુધી તે યુઝર અકાઉન્ટ પ્રાઇવેટ ન કરે ત્ચાં સુધી ભેગા કરે છે. ક્લેબૉગે જણાવ્યું કે, 18 વર્ષથી નાની ઉંમરના યુઝર્સનો ડેટા સ્ક્રેપ કરવામાં નથી આવતો. તેમ છતાં પુખ્ત વયની વ્યક્તિના એકાઉન્ટ પર જો કોઈ સગીરના ફોટો પોસ્ટ કરવામાં આવ્યા હોય તો તે પ્રભાવિત થઈ શકે છે. મેટા આ અભ્યાસને શ્રેષ્ઠ AI ટૂલ બનાવવા માટે જરૂરી જણાવે છે, પરંતુ તેનાથી મહત્ત્વપૂર્ણ પ્રાઇવસી સંબંધિત ચિંતા પણ પેદા થાય છે. આ વિશે ત્યારે જાણ થઈ જ્યારે લેબર સેનેટર ટોની શેલ્ડને પૂછવામાં આવ્યું કે, શું મેટા 2007થી AIને તાલીમ આપવા માટે ઓસ્ટ્રેલિયન લોકોની પોસ્ટનો ઉપયોગ કરે છે? જો કે, ક્લેબૉગે શરુઆતમાં તે વાતને નકારી હતી, ગ્રીન્સ સેનેટર ડેવિડ શુબ્રિઝે તેને ચેલેન્જ કરતાં કહ્યું કે, મેટા હકીકતમાં યુઝર્સના જાહેર પ્લેટફૉર્મ પર રહેલાં ડેટા સ્ક્રેપ કરે છે, જ્યાં સુધી યુઝર્સ પોતાની પોસ્ટને પ્રાઇવેટ નથી કરતું. ક્લબૉગે આખરે સ્વીકાર્યું કે, આ સત્ય છે. તેણે કહ્યું કે, મેટા 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિના ડેટાનો ઉપયોગ નથી કરતું, પરંતુ જો માતા-પિતા કે અન્ય એડલ્ટ યુઝર્સ સાથે તેમના ફોટા જાહેર પ્લેટફૉર્મ પર હોય તો કંપનીના AI ટૂલ દ્વારા તેનો ઉપયોગ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના કાયદા ઘડનારાઓ હવે યુરોપની જેમ મજબૂત પ્રાઇવસી કાયદા માટે ભાર મૂકી રહ્યા છે. 2020ની સમીક્ષા કર્યા બાદ પ્રાઇવસી અધિનિયમમાં અમુક અપડેટ સાથે સુધારા કરી શકે છે.
Related Articles
10,000 કરોડનો બંગલો લોસ એન્જલસની આગમાં ખાક
10,000 કરોડનો બંગલો લોસ એન્જલસની આગમાં ખ...
આગની જ્વાળાઓમાં લપેટાયુ લોસ એન્જલસ, મોત વધીને 16
આગની જ્વાળાઓમાં લપેટાયુ લોસ એન્જલસ, મોત...
Jan 13, 2025
'અમેરિકાએ કિંમત ચૂકવવી પડશે' ટ્રમ્પની ધમકી પર કેનેડા સાંસદનો જવાબ
'અમેરિકાએ કિંમત ચૂકવવી પડશે' ટ્રમ્પની ધમ...
Jan 13, 2025
દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ આગ સામે લાચાર: લાખો કરોડની સંપત્તિ રાખ, લૂંટ બાદ કર્ફ્યૂ, 11ના મોત
દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ આગ સામે લાચા...
Jan 11, 2025
બ્રાઝિલમાં બાઉન્ડ્રી તોડી વિમાન અગનગોળો બન્યું, 1નું મોત, 7 ઈજાગ્રસ્ત
બ્રાઝિલમાં બાઉન્ડ્રી તોડી વિમાન અગનગોળો...
Jan 10, 2025
બ્રિટનના વડાપ્રધાનને પાડી દેવાનો મસ્કનો પ્લાન! સિક્રેટ મીટિંગ કર્યાનો દાવો
બ્રિટનના વડાપ્રધાનને પાડી દેવાનો મસ્કનો...
Jan 10, 2025
Trending NEWS
13 January, 2025
13 January, 2025
13 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
Jan 13, 2025