બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે જાડેજાના સ્થાને સૂર્યકુમાર યાદવનો સમાવેશ
November 29, 2022

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. વાસ્તવમાં, રવિન્દ્ર જાડેજાને ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થવું પડ્યું છે. હવે BCCIએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે રવિન્દ્ર જાડેજાના સ્થાને સ્ટેન્ડબાય પ્લેયરના નામની જાહેરાત કરી છે. ODI અને T20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય સૌરભ કુમાર સ્ટેન્ડબાય પ્લેયર તરીકે ભારતીય ટીમનો હિસ્સો હશે.
પ્રથમ ટેસ્ટ ચટગાંવમાં રમાશે
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ODI શ્રેણીની પ્રથમ મેચ 4 ડિસેમ્બરે રમાશે. જ્યારે શ્રેણીની બીજી મેચ 7 ડિસેમ્બરે રમાશે જ્યારે આ શ્રેણીની છેલ્લી મેચ 10 ડિસેમ્બરે રમાશે. ભારત-બાંગ્લાદેશ શ્રેણીની ત્રણેય મેચ મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. આ સિવાય બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ 14-18 ડિસેમ્બર વચ્ચે ચિત્તાગોંગના ઝહુર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાશે. આ ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ઢાકામાં 22-26 ડિસેમ્બર વચ્ચે રમાશે.
ભારતની વનડે ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, કુલદીપ સેન
ભારતની ટેસ્ટ ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ
Related Articles
PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આમંત્રણ આપ્યું, અમદાવાદમાં ટેસ્ટ મેચ જોવા આવી શકે
PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આમંત્રણ આપ્ય...
Feb 02, 2023
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલી - અનુષ્કા શર્મા ઋષિકેશ પહોંચ્યા
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિર...
Jan 31, 2023
ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હરાવી જીત્યો અન્ડર-19 વિશ્વકપ
ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હર...
Jan 29, 2023
ફૂટબોલના ઈતિહાસમાં પહેલીવાર વ્હાઇટ કાર્ડ દેખાયું:પોર્ટુગલની લીગમાં સામે આવ્યું, જાણો શા માટે ઉપયોગ કરવામાં આવ્યું
ફૂટબોલના ઈતિહાસમાં પહેલીવાર વ્હાઇટ કાર્ડ...
Jan 26, 2023
ICC Awards 2022: સૂર્યકુમાર યાદવ ટી-20નો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, મહિલાઓમાં મેક્ગ્રા
ICC Awards 2022: સૂર્યકુમાર યાદવ ટી-20નો...
Jan 25, 2023
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023