બેટરે એવો છગ્ગો ફટકાર્યો કે બોલ બાજુના ખેતરમાં પડ્યો, ખેડૂત બોલ લઈને જ ભાગી ગયો

July 30, 2024

તમિલનાડુ પ્રીમિયર લીગ એટલે કે ટીએનપીએલની મેચ ડિંડીગુલના એનપીઆર કોલેજ ગ્રાઉન્ડમાં રમાઈ. આ ગ્રાઉન્ડ નજીક ખેતી લાયક જમીન છે અને આ જમીન પર એક ખેડૂત કામ કરી રહ્યો હતો. તેણે જોયું કે કોઈ બેટ્સમેને ટીએનપીએલમાં છગ્ગો ફટકાર્યો અને બોલ ગ્રાઉન્ડની બહાર આવી ગયો છે તો તે બોલને લઈને જતો રહ્યો. એટલે સુધી કે તેણે એ પણ જણાવ્યું કે તે બોલને પાછો આપશે નહીં. બાદમાં તે પોતાના એક અન્ય સાથીની સાથે મસ્તી કરતો નજર આવ્યો. ટીએનપીએલની 27મી લીગ મેચ સીચેમ મદુરાઈ પેન્થર્સ અને ચેપોક સુપર ગિલિજની વચ્ચે રમાઈ. દિવસે આ મેચ ડિંડીગુલના એનપીઆર કોલેજ ગ્રાઉન્ડમાં રમાઈ. આ મેચ દરમિયાન એક એવી ઘટના જોવા મળી. જેણે દરેકને ચોંકાવી દીધા. સ્ટેન્ડ્સમાં બેસેલા લોકોને કદાચ જ ખબર પડી કે બોલ છગ્ગો ફટાકાર્યા બાદ ગ્રાઉન્ડની બહારથી અંદર કેમ ન આવ્યો, પરંતુ ટીવી કે સ્માર્ટફોન પર મેચ જોનારને ખબર પડી ગઈ કે આખરે બોલની સાથે શું થયું છે. આ ખેડૂત બોલને લઈને જતો રહ્યો.  એવું લાગી રહ્યું છે કે ખેડૂતનું ખેતર ગ્રાઉન્ડની પાસે છે અને જ્યારે તેણે જોયું કે બોલ ગ્રાઉન્ડથી બહાર આવી ગયો તો તેણે બોલને પોતાના હાથમાં લઈ લીધો અને કેમેરા તરફ ઈશારો કર્યો કે તે આ બોલને પાછો આપશે નહીં. શખ્સે બોલને પાછો આપ્યો નહીં અને થોડા સમય બાદ તે શખ્સ પોતાના સાથી સાથે એક વૃક્ષની નીચે પડેલા ખાટલામાં આરામ કરતો નજર આવ્યો. સામાન્યરીતે જ્યારે બોલ ગ્રાઉન્ડની બહાર જતો રહે છે તો વાપસીના ચાન્સ ઓછા હોય છે. શાહજાહમાં ઘણી વખત IPL અને ઈન્ટરનેશનલ મેચ દરમિયાન જોવામાં આવ્યુ છે કે બોલને રસ્તા પરથી લોકો ઉઠાવીને ભાગી જાય છે.