ગીરસોમનાથના કોડીનારમાં 15 પશુઓમાં મળ્યો વિચિત્ર રોગ, એક ભેંસનું મોત
September 16, 2024
ગીર સોમનાથનાં કોડીનારમાં દુધાળા પશુઓમાં વિચિત્ર રોગ આવતા પશુપાલકમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.પશુઓનું મળ મૂત્ર અટકી જતાં પશુપાલક તેમજ ડોક્ટરો ચિંતિત બન્યા છે.એક તબેલાના 15 પશુઓમાં એકીસાથે રોગ આવતા એક ભેંસનું મૃત્યુ જ્યારે અન્ય પશુઓને સારવાર અપાઈ રહી છે.
ગીરના કોડીનાર શહેરમાં દુધાળા પશુઓમાં લંપી નામના રોગચાળા પછી પશુઓના મળ મૂત્ર ત્યાગ કરવાની કુદરતી પ્રવૃત્તિ બંધ થઈ જવાના વિચિત્ર પ્રકારના રોગે પગ પેસારો કર્યો છે.કોડીનાર શહેરના મામલતદાર ઓફિસ પાછળ વાડી વિસ્તારમાં આવેલ તબેલામાં પાલતુ ગાય અને ભેંસનાં ઝાડો પેશાબ બંધ થઈ જવાના વિચિત્ર રોગને કારણે કિંમતી પશુઓનું મરણ થવાનાં બનાવ બનતા તબેલાનાં માલિક માનસિંગભાઈ ગોવિંદ ભાઈ ડોડીયા મુસીબતમાં મુકાયા હતા.
જોકે તેઓ પણ વર્ષોથી પશુપાલન સાથે જોડાયેલા હોય આ પ્રકારનો રોગ પ્રથમ વખત જોવા મળતા તેઓએ તાત્કાલિક કોડીનારનાં સરકારી પશુ દવાખાના અધિક્ષક ડોકટરો ને જાણ કરતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક તબેલા ઉપર આવી સર્વે કરી તમામ પશુઓની તપાસ અને સારવાર હાથધરી હતી.જોકે આ સારવાર દરમિયાન માનસિંગભાઈની એક કીમતી ભેંસનું મૃત્યુ થયું હતું.
Related Articles
નવરાત્રિમાં 12 વાગ્યા સુધી જ માઇકની પરવાનગી, પોલીસની ગાઈડલાઈનથી ગૃહમંત્રીની રાજકીય શેખીનું સૂરસૂરિયું!
નવરાત્રિમાં 12 વાગ્યા સુધી જ માઇકની પરવા...
હરણી બોટકાંડના વધુ પાંચ આરોપી જેલમુક્ત, મૃતકના પરિવારજનો લાચાર
હરણી બોટકાંડના વધુ પાંચ આરોપી જેલમુક્ત,...
Oct 02, 2024
મોરબી નજીક કાર અચાનક ભડભડ સળગી ઉઠી, દરવાજા લૉક થઇ જતાં યુવા ઉદ્યોગપતિનું મોત
મોરબી નજીક કાર અચાનક ભડભડ સળગી ઉઠી, દરવા...
Oct 01, 2024
યુટ્યુબમાં વીડિયો જોઈ બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
યુટ્યુબમાં વીડિયો જોઈ બોટાદમાં ટ્રેન ઉથલ...
Oct 01, 2024
વડોદરાવાસીઓને હાશકારો..!! વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમે-ધીમે ઘટાડો નોંધાયો, આજવા ડેમના 62 ગેટ બંધ
વડોદરાવાસીઓને હાશકારો..!! વિશ્વામિત્રી ન...
Sep 30, 2024
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ચાર ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, એક કન્ટેનરમાં ભરેલો હતો દારૂનો જથ્થો
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ચાર ટ્રક વચ્ચે ભ...
Sep 30, 2024
Trending NEWS
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
Oct 02, 2024