રાજધાની મૉસ્કોમાં વિમાન દુર્ઘના : સંચાલન કરનાર ત્રણ સભ્યોનાં મોત

July 13, 2024

યુક્રેન સાથે રશિયાના યુદ્ધ વચ્ચે મોટી ઘટના સામે આવી છે. રશિયાની રાજધાની મૉસ્કો પાસે એક પ્રવાસી વિમાનને અકસ્માત નડયો છે. જો કે દુર્ઘટનામાં વિમાનમાં કોઈ પ્રવાસી સવાર નહોતા. પરંતુ વિમાનનું સંચાલન કરનાર ત્રણ સભ્યોનાં મોત થયાનું સામે આવ્યું છે. જો કે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ એરક્રાફ્ટ ગેઝપ્રોમ એવિયાનું હતું. ગેઝપ્રોમ રશિયાની સૌથી મોટી કુદરતી ગૅસ કંપની પણ છે. અધિકારીઓએ જણાવ્યું કે વિમાન મૉસ્કોના વનુકોવો એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. રશિયાની ટોચની તપાસ એજન્સી 'ધ ઈન્વેસ્ટિગેશન કમિટીએ' આ દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરી દીધી છે.

સમારકામના કામ બાદ પ્લેન ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. રશિયા છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમી બનાવટના એરક્રાફ્ટને બદલવા માટે સુખોઈ સુપરજેટ વિકસાવી રહ્યું છે. 2022 માં યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ કરવા પર ભારે પ્રતિબંધો પછી રશિયાએ તેના વૃદ્ધ એરક્રાફ્ટ ફ્લીટને બદલવા માટે સંઘર્ષ કર્યો છે.