ખેડામાં ભડકાઉ પોસ્ટ મામલે હુમલો, 100 લોકોના ટોળા સામે ફોજદારી
September 15, 2024
ટોળાઓ પૈકી 37 વ્યક્તિઓ સામે નામ જોગ ફરિયાદ, મહુધામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, હાલ શાંતિનો માહોલ
ખેડા : ખેડાના કઠલાલમાં ભડકાઉ પોસ્ટ મુકવા બાબતે ટોળા દ્વારા કરાયેલા હુમલામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ મુકવા મામલે પોસ્ટ મુકનાર બે ઈસમો વિરુદ્ધ મહુધા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. કઠલાલના ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાવા આવેલા વ્યક્તિઓ પર પોલીસ સ્ટેશન બહાર હુમલો થયો હતો. ફરીયાદીની કારના કાચ તોડી નુકશાન પહોંચાડાયું હતું. ફરિયાદી પોતાના પર હુમલો થતા જીવ બચાવી કઠલાલ પોલિસ સ્ટેશને પહોંચ્યા હતા. આ કેસમાં મહુધા પોલીસે 100 વ્યક્તિના ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે પોલિસ અધિક્ષક સહિતનો કાફલો પહોંચી કાર્યવાહી હાથ ધરાઈ છે.
મહુધા પોલીસ મથકે દીલીપસિહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, ગઈકાલ રાત્રે તેઓ પોતાના મિત્રો સાથે મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. દરમિયાન પોલીસે અગાઉથીજ આવી ભડકાઉ પોસ્ટ કરનાર બંને આઈડી ધારકોને ઉઠાવી લાવી હતી. દીલીપસિહ ચૌહાણના મિત્ર વિકાસ ભટ્ટ રહે કઠલાલ નાઓએ મહુધા પોલીસ સ્ટેશન ખાતે કોમી વૈમનસ્ય ફેલાવે તથા જાહેર શાંન્તીનો ભંગ થાય તેવી પો.સ્ટ મુકનાર વિરૂધ્ધમાં ફરીયાદ લખાવી ફરીયાદી તથા તેમના મિત્રો વેગેન આર કારમાં બેસી કઠલાલ પરત આવી રહ્યા હતા. ત્યારે ફરીયાદની રીસ રાખી મહુધા બસ સ્ટેન્ડથી આશરે બસોથી અઢીસો મીટર દુર કઠલાલ તરફ રોડ ઉપર મહુધાના મુસ્લીમ સમાજના ટોળાઓએ ફરીયાદીને મારી નાખવાના ઇરાદાએ કાવતરું કરી એકસંપ કરી મારક હથિયારો સાથે હુમલો કરી પત્થરમારો કર્યો હતો. આ બનાવ મામલે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું કે, આ ઘાતકી હુમલામા પોલીસે તુરંત કાયદાકીય પગલા ભર્યા છે. કુલ 3 ફરિયાદ લેવાઈ છે. જેમાં એક ઈન્સ્ટાગ્રામ આઈડી પર ભડકાઉ પોસ્ટ વાઈરલ કરનાર બીજી ફરિયાદ આપનાર ફરિયાદી પર હુમલા કરનાર 100થી વધુના ટોળા સામે તો અન્ય એક આ બનાવ બાદ હાઉવે પર કાર ચાલક સાથે ટોળાઓએ ‘મારો વિડિયો કેમ ઉતાર્યો’ તેમ કહી મોબાઈલ ઝુંટવી લીધો હતો. આમ ત્રણ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
પતંગરસિયા માટે ખુશખબરઃ ઉત્તરાયણમાં રહેશે સારો પવન, ઠંડીનું પણ જોર રહેશે
પતંગરસિયા માટે ખુશખબરઃ ઉત્તરાયણમાં રહેશે...
અમરેલી લેટરકાંડ, સુરતમાં ઘર્ષણ, ધાનાણી-દુધાતની અટકાયત:નેતા ધરણાં કરે તે પહેલાં પોલીસે ઉઠાવ્યા
અમરેલી લેટરકાંડ, સુરતમાં ઘર્ષણ, ધાનાણી-દ...
Jan 13, 2025
દાહોદમાં 'સ્પેશિયલ 26'નો પ્લાન ફેલ, નાણા ધીરનાર ધંધાર્થી પર નકલી IT દરોડા પાડનારા 5ની ધરપકડ
દાહોદમાં 'સ્પેશિયલ 26'નો પ્લાન ફેલ, નાણા...
Jan 12, 2025
પાયલ ગોટીના સમર્થનમાં સુરતની મહિલાઓએ PM મોદીને પત્રો લખી કરી ન્યાયની માગ
પાયલ ગોટીના સમર્થનમાં સુરતની મહિલાઓએ PM...
Jan 12, 2025
કેશોદમાં તાંત્રિક વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ, ભૂવા સામે નોંધાઈ ફરિયાદ
કેશોદમાં તાંત્રિક વિધિના નામે મહિલા સાથે...
Jan 12, 2025
સુરેન્દ્રનગરના ચુડામાં રમતા રમતા બે બાળકો પડ્યા કૂવામાં, સગા ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરના ચુડામાં રમતા રમતા બે બાળક...
Jan 11, 2025
Trending NEWS
13 January, 2025
13 January, 2025
13 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
12 January, 2025
Jan 13, 2025