મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા NDAમાં ખેંચતાણ, શિંદેના મિશન-100થી વધી ભાજપની ચિંતા
July 29, 2024
મુંબઈ ઃ મહારાષ્ટ્રમાં આવનાર દિવસોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ દરમિયાન તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણીને લઈને તૈયાર શરુ દીધી છે, ત્યારે શિવસેના પાર્ટીના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મજબૂત તૈયારી કરવાની સાથે 100 બેઠકો પર પાર્ટીના ઉમેદવારો ઉતારવાના મૂડમાં છે. પરંતુ હજુ સુધી બેઠકોના વહેંચણીને લઈને કોઈ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજી તરફ, એકનાથ શિંદેની તૈયારી સામે ભાજપની મુશ્કેલી વધી શકે છે.
મહારાષ્ટ્રમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ અને મહા વિકાસ આઘાડીના ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને આંતરીક વિવાદની ચર્ચાઓ ચાલી રહી છે. NDAના ગઠબંધનમાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) જોડાયેલી છે. આ દરમિયાન એકનાથ શિંદેની શિવસેના પાર્ટીની વિધાનસભા ચૂંટણીમાં 100 ઉમેદવાર ઊભા રાખવાની તૈયારીમાં છે. તેવામાં બેઠકોની વહેંચણી પહેલા શિવસેના પાર્ટીના આ નિર્ણય સામે ગઠબંધનને ગઈ દિશામાં લઈ જાય છે તે જોવું રહ્યું.
મહારાષ્ટ્રની ગઈ ચૂંટણીમાં એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે એકસાથે જોવા મળ્યાં હતા. તેવામાં એ સમયે જીત મેળવેલી 65 બેઠકો પર શિંદેની નજર લાગે છે. 2019માં ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે ગઠબંધનમાં હતા ત્યારે શિવસેના પાર્ટી 127 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમાંથી શિંદેની નજર 100 બેઠકો પર છે. જેમાં જીત મેળવેલી 65 બેઠકોની સાથે-સાથે બીજા સ્થાને આવતી 56 બેઠકો પર શિંદેની બાજ નજર છે. મહારાષ્ટ્ર વિધાનસભા ક્ષેત્રની તપાસ કરવા માટે શિંદેએ તેની પાર્ટીના કેટલાક કાર્યકર્તા, નેતા, મંત્રીઓને નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ પાર્ટી દ્વારા કરવામાં આવેલી તપાસના રિપોર્ટ શિંદેની આપવામાં આવશે. રિપોર્ટના આધારે કયા વિધાનસભા ક્ષેત્રમાં પાર્ટી કેટલી મજબૂત રહેશે તેનો અંદાજો લગાવવામાં આવશે. જેના આધારે પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને અંતિમ નિર્ણય કરવામાં આવશે.
Related Articles
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં જ દિવાળી ઉજવશે
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં...
રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, બેકાબુ બસ પુલ સાથે અથડાતા પલટી, 10 મોત
રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, બેકાબુ બસ પુલ...
Oct 29, 2024
માતાએ પોલીસ ફરિયાદ કરી કે, અભિનવ અરોરાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારવાની મળી ધમકી
માતાએ પોલીસ ફરિયાદ કરી કે, અભિનવ અરોરાને...
Oct 29, 2024
બંજારા હિલ્સમાં મોમોઝ ખાવાથી મહિલાનું મોત, 50 લોકો બીમાર પડ્યા; બેની ધરપકડ
બંજારા હિલ્સમાં મોમોઝ ખાવાથી મહિલાનું મો...
Oct 29, 2024
કેરળમાં આતશબાજી દરમિયાન વિસ્ફોટથી 150 લોકો ઘાયલ
કેરળમાં આતશબાજી દરમિયાન વિસ્ફોટથી 150 લો...
Oct 29, 2024
સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને ધમકી આપનાર આરોપીને નોઈડામાંથી દબોચ્યો
સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને ધમકી આપના...
Oct 29, 2024
Trending NEWS
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
Oct 29, 2024