પુરીના જગન્નાથ મંદિરના ખજાનાનું રક્ષણ કોબ્રા સાપ કરે છે? મદારીની હાજરીમાં ખુલશે બહુમૂલ્ય રત્નભંડારના તાળાં
July 13, 2024
શ્રી જગન્નાથ ટેમ્પલ એડમિનિસ્ટ્રેશન (SJTA)ના અધિકારીઓને લાગે છે કે રત્નો અને ઘરેણાંની આસપાસ ઝેરી સાપ હોઈ શકે છે. દાયકાઓથી એવી લોકમાન્યતા છે કે, જગન્નાથ મંદિરના બહુમૂલ્ય ખજાનાનું રક્ષણ કોબ્રા જેવા અતિઝેરી સાપ કરે છે. માન્યતા સાચી હોય કે ન હોય. પરંતુ 46 વર્ષથી બંધ રહેલા ઓરડાઓ ખોલતી વખતે SJTAના અધિકારીઓ કોઈ જોખમ લેવા નથી માંગતા અને અગમચેતીના ભાગરૂપે મદારીને સાથે રાખવાના છે કે જેથી કોઈ સાપ નીકળે અને કોઈને કરડે એ પહેલાં મદારી એને પકડી લે.
થોડા સમય પહેલા ‘જગન્નાથ હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટ’ હેઠળ મંદિરના સૌંદર્યવર્ધન (બ્યુટીફિકેશન)નું કામ ચાલી રહ્યું હતું ત્યારે મંદિરના પરિસરમાં સાપ જોવા મળ્યા હતા. આ મંદિર ખૂબ પ્રાચીન હોવાથી એના સંકુલની દિવાલોમાં ક્યાંક ક્યાંક તિરાડો અને છિદ્રો પડેલા છે.
2024ની ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ રત્નભંડાર ખોલવાનો મુદ્દો છેડ્યો હતો. ખજાનામાં શું શું છે એ જાહેર કરીને એના સંચાલનમાં પારદર્શિતા આણવાની માંગ ભાજપાએ કરી હતી. ત્યારે ભાજપે રાજ્યસરકાર (નવીન પટનાયકની બીજેડી સરકાર) મંદિરના ખજાનાનો ઉપયોગ અંગત લાભ માટે કરતી હોવાનું નિવેદન આપીને પણ ચર્ચા જગાવી હતી. આટલા વર્ષો સુધી બીજેડી ખજાનાની ચાવીઓ ખોવાઈ ગઈ હોવાથી ખજાનો ખોલી શકાતો નથી, એવું બહાનુ રજૂ કરતી આવી હતી. હવે જ્યારે ભાજપા ઓરિસ્સામાં સત્તારૂઢ છે ત્યારે મંદિરનો રત્નભંડાર ખોલવાનું શક્ય બન્યું છે.
જગન્નાથ મંદિરના રત્નભંડારમાં ભગવાન જગન્નાથ, બાલભદ્ર અને દેવી સુભદ્રાના ઘરેણાં છે. વર્ષ 1978માં રત્નભંડાર ખોલવામાં આવ્યા હતા ત્યારે 12831 સોનાના ઝવેરાત અને 22153 ચાંદીના વાસણો નોંધાયા હતા. અન્ય કિમતી સામગ્રી તો અલગ. સમગ્ર ખજાના કિંમત આંકી શકાય એમ નથી. એ પછી 1985માં ખજાનાના દ્વાર ખોલવામાં આવ્યા હતા, પરંતુ એ વખતે રત્નો અને ઘરેણાંની વિગતો જાહેર નહોતી કરવામાં આવી. રત્નભંડારમાંથી કિમતી ઝવેરાતની ચોરી થઈ ગયાની ચર્ચા પણ વખતોવખત ઉડતી રહે છે. 1985 અને 1978 અગાઉ બે વખત, 1926 અને 1905માં, ભંડાર ખોલવામાં આવ્યા હતા. એ અગાઉની કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
Related Articles
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં જ દિવાળી ઉજવશે
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં...
રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, બેકાબુ બસ પુલ સાથે અથડાતા પલટી, 10 મોત
રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, બેકાબુ બસ પુલ...
Oct 29, 2024
માતાએ પોલીસ ફરિયાદ કરી કે, અભિનવ અરોરાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારવાની મળી ધમકી
માતાએ પોલીસ ફરિયાદ કરી કે, અભિનવ અરોરાને...
Oct 29, 2024
બંજારા હિલ્સમાં મોમોઝ ખાવાથી મહિલાનું મોત, 50 લોકો બીમાર પડ્યા; બેની ધરપકડ
બંજારા હિલ્સમાં મોમોઝ ખાવાથી મહિલાનું મો...
Oct 29, 2024
કેરળમાં આતશબાજી દરમિયાન વિસ્ફોટથી 150 લોકો ઘાયલ
કેરળમાં આતશબાજી દરમિયાન વિસ્ફોટથી 150 લો...
Oct 29, 2024
સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને ધમકી આપનાર આરોપીને નોઈડામાંથી દબોચ્યો
સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને ધમકી આપના...
Oct 29, 2024
Trending NEWS
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
Oct 29, 2024