દેશમાં હવે 25મી જૂને ઉજવાશે બંધારણ હત્યા દિવસ, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન

July 12, 2024

દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઈમરજન્સીને લઈને એક મોટો નિર્ણય કર્યો છે. સરકારે દેશમાં ઈમરજન્સીના દિવસને હવે બંધારણ હત્યા દિવસના રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે દેશમાં 25 જૂન 1975ના લાગેલી ઈમરજન્સીને લોકતંત્રની આત્માનું ગળું દબાવનાર દિવસ ગણાવ્યો છે. સરકારનું કહેવું છે કે આ દિવસ તે લોકોના યોગદાનની યાદ અપાવશે, જેણે 1975ના આપાતકાલનું અમાનવીય દુખ સહન કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર આ જાણકારી આપી છે. 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું- 25 જૂન 1975ના તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ પોતાની તાનાશાહી માનસિકતાને દર્શાવતા દેશમાં ઈમરજન્સી લગાવી ભારતીય લોકતંત્રની આત્માનું ગળું દબાવ્યું હતું. લાખો લોકોને કારણ વગર જેલમાં નાખવામાં આવ્યા અને મીડિયાનો અવાજ દબાવવામાં આવ્યો હતો. ભારત સરકારે દર વર્ષે 25 જૂનને બંધારણ હત્યા દિવસના રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો  છે. આ દિવસ તે બધા લોકોના વિરાટ યોગદાનનું સ્મરણ કરાવશે, જેણે 1975ની ઈમરજન્સીમાં દુખ સહન કર્યું હતું.