એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન, અનેક આધુનિક સુવિધા

September 14, 2024

અમદાવાદ-ગાંધીનગરની કનેક્ટિવિટી બનશે મજબૂત

અમદાવાદ- ગુજરાત અને ભારત સરકારે મળીને GMRC (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) દ્વારા બનાવેલી મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાના પ્રારંભમાં હવે ગણતરીના દિવસો બાકી છે. મેટ્રોનો આ બીજો તબક્કો અમદાવાદ અને ગાંધીનગરને જોડશે. જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે સેક્ટર-1 થી શુભારંભ કરશે. 
મેટ્રોના બીજા તબક્કાનો પ્રારંભ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોમાં બેસીની ગિફ્ટ સિટીની મુસાફરી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંથી મેટ્રોનું ઉદ્દઘાટન કરશે તે ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન એરપોર્ટને પણ પાછળ મુકે તેવું બનાવવામાં આવ્યું છે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે લોકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે.