અમરેલીમાં મકાનમાં ઘૂસેલો દીપડો થાકીને માળિયે સૂઈ ગયો

September 15, 2024

ગીર ગઢડાઃ કોદીયા ગામે માલધારીની માનવ વસવાટમાં રહેતાં વાઘા ભરવાડની ચાર વર્ષીય દિકરી ધ્રુવી પર માનવભક્ષી દીપડો તરાપ મારીને ફાડી ખાધી હતી. અચાનક ઘટના બનતા ત્યાં હાજર રહેલા લોકોએ દોડી ધ્રુવીને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટના જાણ થતા જ વન્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકીના મૃતદેહને પીએમ માટે ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે.
આ ઘટના બાદ વન વિભાગે માનવભક્ષી દીપડાને પાંજરે પૂર્યો છે. બાળકીના મોતથી પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે. લોકોની માનવ ભક્ષી દીપડાને પાંજરે પૂરવા માગ ઉઠી છે.  બીજી તરફ અમરેલીમાં ધારીના જળજીવડી ગામના દીપડો ઘૂસી જતા નાસભાગ મચી ગઈ હતી. દીપડાએ ગામમાં બે પશુનું મારણ કરી એક ઘરમાં ઘુસી ગયો હતો. ઘરમાલિકે સમયસૂચકતા વાપરીને દરવાજા-બારી બંધ કરી દીધા હતા. વન વિભાગે ટ્રાન્ક્વિલાઈઝર ગનથી દીપડાને બેભાન કરી માળીયેથી ઉતારી પાંજરે પૂર્યો હતો. દીપડાને જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યો.. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.