માઈક્રોસોફ્ટે રચ્યો ઈતિહાસ, 3.125 ટ્રિલિયન ડોલરનો માર્કેટ કેપ પાર કર્યો

February 12, 2024

દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટના શેર હાલમાં ઉછાળા પર છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં કંપની દ્વારા ઉઠાવાયેલા પહેલા પગલાના કારણે ભારે નફો થઈ રહ્યો છે. કંપનીના શેરમાં આવેલા વધારાના કારણે માઈક્રોસોફ્ટે મોટો આંકડો સફળતા સાથે પાર કર્યો છે. જ્યાં કોઈ કંપની પહોંચી શકી નથી. માઈક્રોસોફ્ટનું માર્કેટ કેપ અઠવાડિયાના અંતમાં 3.125 ટ્રિલિયન ડોલર થયું હતું.

બેરંસના એક રિપોર્ટ અનુસાર માઈક્રોસોફ્ટના શેરમાં ઉછાળાના કારણે એપલથી પણ વધારે ઉછાળો આવ્યો છે. શુક્રવારે એપલનું માર્કેટ કેપ 2.916 ટ્રિલિયન ડોલર થયું હતું. સૌથી વધુ માર્કેટ કેપનો રેકોર્ડ આઈફોન નિર્માતા કંપની એપલના નામે હતો.

એપલે જુલાઈમાં 3.09 ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ બનાવી લીધું હતું. રિપોર્ટ અનુસાર અમેરિકાની પહેલી કંપની માઈક્રોસોફ્ટ બની છે જેણે 3.125 ટ્રિલિયન ડોલરનો માર્કેટ કેપ પાર કર્યો છે. માઈક્રોસોફ્ટનો શેર શુક્રવારે 420.55 ડોલરના રેટ પર બંધ થયો હતો.