PM મોદીએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક, સુદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે સમીક્ષા કરવામાં આવશે

April 21, 2023

સુદાનમાં ઘરેલું યુદ્ધની સર્જાયેલી સ્થિતિમાં ત્યાંના નાગરિકોને ઘરમાં રહેવા માટેની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત ત્યાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાની સમીક્ષા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકની અધ્યક્ષતા પીએમ મોદી કરશે. આ દરમિયાન દેશના લોકોને સુરક્ષિત બહાર કાઢવા પર ચર્ચા થશે.