જર્મનીમાં ગાંજો થયો લીગલ, સંસદમાં મળી અનુમતિ
February 24, 2024
જર્મનીની સંસદે શુક્રવારે મારિજુઆનાના કબજા અને ખેતીને કાયદેસર બનાવવા માટે મતદાન કર્યું હતું. વિપક્ષ અને તબીબી સંગઠનોના જોરદાર વિરોધ છતાં તેને મંજૂરી આપવામાં આવી છે અને એપ્રિલથી તેને લગતા નિયમો અમલમાં આવશે. જાણો નવા નિયમોમાં જર્મનીમાં શું ફેરફાર થશે અને તેની શું અસર થઈ શકે છે.
નવા કાયદાના અમલીકરણ સાથે જર્મની લક્ઝમબર્ગ અને માલ્ટા જેવા દેશો સાથે જોડાશે, જ્યાં ગાંજા અંગેના નિયમો સૌથી સરળ છે. માલ્ટાએ વર્ષ 2021માં અને લક્ઝમબર્ગે વર્ષ 2023માં મનોરંજનના ઉપયોગ માટે મારિજુઆનાને કાયદેસર રીતે માન્યતા આપી હતી. નેધરલેન્ડમાં આને લગતા નિયમો સરળ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પ્રવાસીઓ અને બિન-નાગરિકો પર કડકતા લાદવામાં આવી રહી છે.
નવા કાયદા હેઠળ વ્યક્તિને વ્યક્તિગત ઉપયોગ માટે નિયંત્રિત કેનાબીસ ખેતી સંગઠનો પાસેથી દરરોજ 25 ગ્રામ સુધી ગાંજો મેળવવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત લોકો પોતાના ઘરે વધુમાં વધુ ત્રણ છોડ પણ રાખી શકશે. પરંતુ નવો કાયદો એ પણ જોગવાઈ કરે છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ માટે મારિજુઆના રાખવા અને તેનો ઉપયોગ કરવો ગેરકાયદેસર હશે.
Related Articles
દેશભરમાં દશેરાની ઉજવણી: રક્ષા મંત્રીએ દાર્જિલિંગમાં શસ્ત્ર પૂજા કરી
દેશભરમાં દશેરાની ઉજવણી: રક્ષા મંત્રીએ દા...
કુપોષણની સમસ્યાના ઉકેલ માટે ભારતને 'A' ગ્રેડ : બિલ ગેટ્સ
કુપોષણની સમસ્યાના ઉકેલ માટે ભારતને 'A' ગ...
Sep 18, 2024
જાપાનમાં સિંગાપુર એરલાઈન્સના વિમાનમાંથી અચાનક ધૂમાડો નીકળતા તંત્ર ચિંતિત
જાપાનમાં સિંગાપુર એરલાઈન્સના વિમાનમાંથી...
Aug 13, 2024
પાકિસ્તાનના બન્નુ શહેરમાં પ્રચંડ વિસ્ફોટ : ઈમારતો અને દુકાનોનો કચ્ચરઘાણ
પાકિસ્તાનના બન્નુ શહેરમાં પ્રચંડ વિસ્ફોટ...
Jul 15, 2024
પીએમ મોદીએ પુતિનના નિવાસસ્થાને કરી મુલાકાત : અનેક મુદ્દા પર કરી ચર્ચા
પીએમ મોદીએ પુતિનના નિવાસસ્થાને કરી મુલાક...
Jul 09, 2024
હમાસ બાદ હિઝબુલ્લાનો ઈઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો
હમાસ બાદ હિઝબુલ્લાનો ઈઝરાયલ પર અત્યાર સુ...
Jul 06, 2024
Trending NEWS
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
Oct 12, 2024