પ્રસાદનો વિવાદ મંદિરના ટ્રસ્ટ અને ભક્તો વચ્ચે છે, સરકાર યોગ્ય નિરાકરણ લાવશે- નીતિન પટેલ
March 12, 2023

અમદાવાદ- અંબાજીમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલો ઘણા દિવસોથી જોવા મળી રહ્યો છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરાયા બાદ રાજકીય પક્ષો, સંસ્થાઓ, દાંતાના મહારાજા ઉપરાંત ભક્તો પણ રોષે ભરાયા છે અને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા માંગ કરી રહ્યા છે, ત્યારે ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ અંબાજી પ્રસાદને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે.
અંબાજી મહાપ્રસાદને વિવાદને લઈ ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અંબાજી પ્રસાદનો વિવાદ મંદિરના ટ્રસ્ટ અને ભક્તો વચ્ચે છે અને સરકાર યોગ્ય નિરાકરણ લાવશે. ઉલ્લેખનિય છે કે યાત્રાધામ અંબાજીમાં દેશ-વિદેશમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે અને માતાને મોહનથાળનો પ્રસાદ ધરાવતા હોય છે. તો રાજ્યભરમાંથી પણ અંબાજીમાં માતાના દર્શન માટે ભક્તોનું સતત આગમન જોવા મળતું હોય છે, ત્યારે વર્ષોથી માતાને ધરાવાતો મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા તમામ ભક્તો સહિત સંસ્થાઓ રોષે ભરાઈ છે. મા અંબાને વર્ષોથી મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવી રહ્યો છે. મોહનથાળની પરંપરાને તોડી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા મા અંબાના ભક્તો નિરાશ થયા છે અને તંત્રના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
દરમિયાન બીજી તરફ તાજેતરમાં જ ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, અંબાજીએ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું પ્રતીક છે. કોવિડ દરમ્યાન સવા કરોડ લોકોએ ઓનલાઈન દર્શન કર્યા હતા અને પ્રસાદ પણ ઓનલાઈન મંગાવી રહ્યા હતા. અગિયારસ, પૂનમ વખતે મોહનથાળ લઈ શકાતો નથી તેવી માન્યતા હતી તેમ છતાંય પ્રસાદ ચાલુ હતો. મંદિર દ્વારા ચીકી પ્રસાદ આપવાનો વિષય છે જેનું આયુષ્ય 3 માસ હોય છે. મોહનથાળ લાંબો સમય ટકતો નથી.
સ્પેશિયલ ચીકી, માવાની ચીકી છે તે ફરાળમાં લઇ શક્ય તેવો પ્રસાદ છે. દેશ વિદેશમાં મોકલીએ તો પણ તે બગડે નહીં. જ્યારે મોહનથાળ બગડી જાય છે. જેથી મંદિર દ્વારા ચીક્કીના પ્રસાદનું નક્કી કરવામાં આવ્યું છે. અંબાજીમાં ચીક્કીનો પ્રસાદ જ ચાલશે.
Related Articles
અમરનાથ યાત્રા પર નહીં જઈ શકે 13 વર્ષની નીચેના અને 75 વર્ષથી વધુ ઉંમરના લોકો
અમરનાથ યાત્રા પર નહીં જઈ શકે 13 વર્ષની ન...
May 16, 2023
વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર:12 મહિના પછી સૂર્યનો શુક્રની રાશિમા પ્રવેશ
વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર:12 મહિના પછી...
May 16, 2023
મે મહિના દરમિયાન સૂર્ય, મંગળ અને શુક્ર રાશિ બદલશે
મે મહિના દરમિયાન સૂર્ય, મંગળ અને શુક્ર ર...
May 01, 2023
ગુરુનો ઉદય થતાં સર્જાશે હંસ રાજયોગ:27 એપ્રિલે ગુરુનો ઉદય થતાં માંગલિક કાર્યો શરૂ થશે
ગુરુનો ઉદય થતાં સર્જાશે હંસ રાજયોગ:27 એપ...
Apr 25, 2023
અખંડ શુભદાયી યોગ:ધનતેરસ અને દિવાળી જેવી લાભદાયી છે અક્ષય તૃતીયા
અખંડ શુભદાયી યોગ:ધનતેરસ અને દિવાળી જેવી...
Apr 18, 2023
14 એપ્રિલથી લાગી રહ્યો છે આ ગ્રહણ યોગ, આ રાશિના આવતા 30 દિવસ હશે ભારે
14 એપ્રિલથી લાગી રહ્યો છે આ ગ્રહણ યોગ, આ...
Apr 10, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023