ઠાકરેના આરોપ, શિંદે જૂથને કહ્યા દગાબાજ, ચૂંટણી વહેલી યોજવા આપ્યો પડકાર

January 23, 2023

મુંબઈમાં BMC ચૂંટણી પહેલા ભાજપ અને ઉદ્ધ જૂથ વચ્ચે રાજકીય ધમાસાણ
શિવસેના નેતા ઉદ્ધ ઠાકરેએ શિંદે જૂથ અને ભાજપની આકરી ઝાટકણી કાઢી
મુંબઈ- મુંબઈમાં BMC ચૂંટણી પહેલા ભાજપ અને ઉદ્ધ જૂથ વચ્ચે રાજકીય ધમાસાણ જોવા મળી રહ્યું છે. હવે શિવસેના નેતા ઉદ્ધ ઠાકરેએ શિંદે જૂથ અને ભાજપની આકરી ઝાટકણી કાઢી છે. ઉદ્વએ કહ્યું કે, હજુ સુધી ચૂંટણીની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હું દગાબાજો (શિંદે જૂથ)ને ચૂંટણીની જાહેરાત કરવાનો પડકાર ફેંકુ છું. જો તેમનામાં (શિવસેના શિંદે જૂથ અને ભાજપમાં) તાકાત હોય તો તેમણે ચૂંટણીની જાહેરાત કરી દેવી જોઈએ.


ઉદ્ધ ઠાકરેએ વધુમાં કહ્યું કે, RSS પ્રમુખ મોહન ભાગવત મસ્જિદ ગયા, કારણ કે તેમણે હિન્દુત્વ છોડી દીધું ? જ્યારે ભાજપે પીડીપી સાથે ગઠબંધ કર્યું ત્યારે શું તેમણે હિન્દુત્વ છોડી દીધું ? તેઓ જે કંઈપણ કરે તે યોગ્ય અને અમે કંઈ પણ કરીએ તો અમે હિંદુત્વ છોડી દઈએ છીએ, આ યોગ્ય નથી.


બીજી તરફ કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર આમને-સામનો હોવા પર ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપી કેન્દ્ર પર ન્યાયતંત્રને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. ઉદ્ધવએ કહ્યું કે, આપણો દેશ તાનાશાહી તરફ આગળ વધી રહ્યો છે, એ જોવા મળી રહ્યું છે. જે ન્યાયતંત્ર બચ્યું છે, તે ન્યાય વ્યવસ્થાને ધમકીઓ અપાઈ રહી છે. આ કયા લોકતંત્રની ઓળખ છે. એટલે કે તેમને પોતાના નિયંત્રણ હેઠળની કાયદો વ્યવસ્થા જોઈએ છે.