આ તો બસ શરૂઆત છે...: પેટા ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસના નેતાઓ ગદગદ
July 13, 2024

7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાંથી 11 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. લોકસભા ચૂંટણી બાદ ફરી એક વખત NDA vs I.N.D.I.A ગઠબંધનની લડાઈ જોવા મળી છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા પવન ખેડાએ દાવો કર્યો કે, આ એક એવો ટ્રેન્ડ છે જે લોકસભા ચૂંટણીથી શરૂ થયો અને હવે આગળ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ભાજપ આવનાર તમામ ચૂંટણી હારતી રહેશે. અમારા માટે આ ટ્રેન્ડ 2014માં શરૂ થયો હતો. આ તો બસ શરૂઆત છે.
એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે, 2014 બાદથી અમે અમેક ચૂંટણી હાર્યા અને હવે ભાજપ પણ એવા જ સમયમાંથી પસાર થશે. 13 વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાંથી 11 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. જ્યાં આ વખતે I.N.D.I.A ગઠબંધન NDA પર ભારે પડ્યું છે અને વિપક્ષી ગઠબંધને 10 બેઠકો પર કબજો જમાવ્યો છે.
ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ વલણો પ્રમાણે હિમાચલ પ્રદેશમાં ત્રણ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસે બે અને ભાજપે એક બેઠક પર જીત હાંસલ કરી છે. આ બેઠકો પર પેટાચૂંટણીની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ કારણ કે 27 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં 3 અપક્ષ ધારાસભ્યો હોશિયાર સિંહ (દેહરા), આશિષ શર્મા (હમીરપુર) અને કેએલ ઠાકુર (નાલાગઢ)એ ભાજપના પક્ષમાં મતદાન કર્યું હતું. આ ધારાસભ્યોએ 22 માર્ચના રોજ રાજ્ય વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું અને બીજા દિવસે ભાજપમાં સામેલ થઈ ગયા હતા.
ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે વિપક્ષી ગઠબંધને પેટાચૂંટણી વાળી 13 બેઠકોમાંથી 8 બેઠકો પર જીત નોંધાવી છે જ્યારે બે બેઠકો પર I.N.D.I.A ગઠબંધનના ઉમેદવાર આગળ છે. આ ઉપરાંત ભાજપે હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠક અને મધ્યપ્રદેશની અમરગઢ બેઠક પર જ જીત મેળવી છે. આ સાથે જ બિહારની રૂપૌલી બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે. આ ઉપરાંત ઉત્તરાખંડની બદ્રીનાથ બેઠક પર કોંગ્રેસના લખપત બુટોલાએ જીત મેળવી છે. બીજી તરફ મંગલોર બેઠક પર પણ કોંગ્રેસના કાજી મોહમ્મદ નિઝામુદ્દીન આગળ ચાલી રહ્યા છે.
Related Articles
સુનિતા વિલિયમ્સ લાખો લોકો માટે પ્રેરણાનો સ્રોતઃ PM મોદીએ Crew-9 મિશનની સફળતાને બિરદાવી
સુનિતા વિલિયમ્સ લાખો લોકો માટે પ્રેરણાનો...
Mar 19, 2025
પતિની હત્યા બાદ લાશના ટુકડાં કર્યા અને ડ્રમમાં ભરી સિમેન્ટથી ભરી દીધું, પત્ની અને પ્રેમીની ભયાનક ક્રૂરતા
પતિની હત્યા બાદ લાશના ટુકડાં કર્યા અને ડ...
Mar 19, 2025
પૂણેમાં કરુણાંતિકા : ભડભડ કરતી સળગી મિની બસ, ઓફિસે જતાં 4 કર્મચારી જીવતા ભૂંજાયા
પૂણેમાં કરુણાંતિકા : ભડભડ કરતી સળગી મિની...
Mar 19, 2025
PM મોદી મહાકુંભમાં મૃત્યુ પામનારાઓ અંગે સંસદમાં કંઈ પણ ન બોલ્યા: રાહુલ ગાંધી
PM મોદી મહાકુંભમાં મૃત્યુ પામનારાઓ અંગે...
Mar 18, 2025
PM મોદી પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી હતા: ભાજપ સાંસદ
PM મોદી પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી હતા...
Mar 18, 2025
સેલેરી આપવાના જ ફાંફાં છે, ભથ્થું ના માંગશો: તેલંગાણાના મુખ્યમંત્રીની સરકારી કર્મીઓને અપીલ
સેલેરી આપવાના જ ફાંફાં છે, ભથ્થું ના માં...
Mar 18, 2025
Trending NEWS

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025