ઓરિસ્સાના મયૂરભંજમાં ટ્રકની સાથે બસનો ભયંકર અકસ્માત ડ્રાઇવર સહિત 3નાં મોત, 20 ઈજાગ્રસ્ત

July 13, 2024

મયુરભંજ જિલ્લાના બેતનાટી પોલીસ સ્ટેશન હેઠળના બુધિખામર ચોક પાસે આજે સવારે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. યાત્રાળુઓની બસ પાછળથી એક ટ્રક અથડાઈ હતી, જેના પરિણામે ત્રણ મુસાફરોના મોત થયા હતા જ્યારે 20 ઘાયલ થયા હતા. બસમાં કુલ 23 મુસાફરો હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં બે પુરૂષ છે, જ્યારે એક મહિલા છે. ઘાયલોમાં પુરુષો, મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

ફરી એકવાર ડ્રાઇવરની એક નાનકડી ભૂલથી 3 લોકો કાળનો કોળીયો બની ગયા. હૈદરાબાદથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે બસમાં જવા નીકળ્યા હતા જ્યાં બસના ડ્રાઇવરને ઝોકુ આવી ગયુ હોવાથી ધડાકાભેર બસ પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઇ હતી. અકસ્માતમાં સ્થળ પર જ 3 મુસાફરોના મોત થયા હતા.

મળતી માહિતી મુજબ, બસ હૈદરાબાદથી શ્રદ્ધાળુઓને લઈને ગયા જઈ રહી હતી. બુધીખામર ચોકડી પાસે એક ટ્રક રોડની કિનારે ઉભી હતી. શનિવારે વહેલી સવારે બસે પાછળથી ટ્રકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસ ડ્રાઈવર સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા.આ ઘટના બાદ ટ્રક રોડ પર પાર્ક કરનાર ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. બસનો અકસ્માત થયા બાદ આસપાસ રહેલા સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા.