નવી સંસદમાં પાણી ટપકવા લાગ્યું, નીચે ડોલ મૂકાઈ તો વિપક્ષે મજાક ઉડાવી
August 01, 2024
દેશની રાજધાની દિલ્હી (Delhi) બુધવારે (31 જુલાઈ) સાંજે ભારે વરસાદને પગલે પાણી-પાણી થઈ ગઈ હતી. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. તો ભારે વરસાદને પગલે નવી સંસદ ભવનના પરિસરમાં પણ છત પરથી પાણી ટપકવા લાગ્યું હતું. ત્યારે હવે નવી સંસદ ભવનના પરિસરમાં પાણી ટપકતાં જ વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર નિશાન સાધીને જૂની સંસદ સાથે સરખામણી કરી રહ્યા છે. અનેક વિપક્ષી નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આકરી પ્રતિક્રિયા આપી હતી.
સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના અધ્યક્ષ અને લોકસભા સાંસદ અખિલેશ યાદવે (Akhilesh Yadav) એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છેકે 'આ નવી સંસદ કરતા તો જૂની સંસદ સારી હતી, જ્યાં જૂના સાંસદો પણ આવીને મળી શકતા હતા. તો ફરી જ્યાં સુધી કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સંસદમાં પાણી ટપકવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યાં સુધી જૂની સંસદમાં જઈએ. જનતા સવાલ કરી રહી છે કે ભાજપ સરકાર (BJP Government)માં બનેલી દરેક નવી છતમાંથી પાણી ટપકવું એ તેમની વિચારપૂર્વક બનાવેલી ડિઝાઈનનો ભાગ છે કે પછી...'
અખિલેશ ઉપરાંત કોંગ્રેસ સાંસદ (Congress MP) મણિકમ ટાગોરે (Manickam Tagore) પણ એક્સ પર પોસ્ટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ સાંસદે લખ્યું છે કે 'બહાર પેપર લીક, અંદર પાણી લીક. રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતી સંસદની લોબીમાં પણ પાણીનું લીકેજ, નવી સંસદ ભવનમાં હવામાન સંબંધિત સમસ્યાઓ પર પ્રકાશ પાડી રહી છે. નિર્માણ પુરુ થયાના એક વર્ષ બાદ જ આવી સ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.'
Related Articles
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં જ દિવાળી ઉજવશે
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં...
રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, બેકાબુ બસ પુલ સાથે અથડાતા પલટી, 10 મોત
રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, બેકાબુ બસ પુલ...
Oct 29, 2024
માતાએ પોલીસ ફરિયાદ કરી કે, અભિનવ અરોરાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારવાની મળી ધમકી
માતાએ પોલીસ ફરિયાદ કરી કે, અભિનવ અરોરાને...
Oct 29, 2024
બંજારા હિલ્સમાં મોમોઝ ખાવાથી મહિલાનું મોત, 50 લોકો બીમાર પડ્યા; બેની ધરપકડ
બંજારા હિલ્સમાં મોમોઝ ખાવાથી મહિલાનું મો...
Oct 29, 2024
કેરળમાં આતશબાજી દરમિયાન વિસ્ફોટથી 150 લોકો ઘાયલ
કેરળમાં આતશબાજી દરમિયાન વિસ્ફોટથી 150 લો...
Oct 29, 2024
સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને ધમકી આપનાર આરોપીને નોઈડામાંથી દબોચ્યો
સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને ધમકી આપના...
Oct 29, 2024
Trending NEWS
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
Oct 29, 2024