ક્યારથી શરૂ થશે ગણેશ મહોત્સવ? જાણો સ્થાપના, વિસર્જનનો સમય

August 31, 2024

પવિત્ર શ્રાવણમાસની પૂર્ણાહુતી થતાની સાથે જ હવે ભક્તો પ્રથમ પૂજ્ય ગણેશજીની સાધના અને ઉપાસનામાં લીન થઇ જશે. ગણેશ ચતુર્થી આમતો મહારાષ્ટ્રનો તહેવાર હતો પણ હવે ગુજરાતમાં પણ એટલાજ ધામધુમથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર આમતો દસ દિવસ ચાલે છે પણ કેટલાક લોકો તેને 7, 5 કે 3 દિવસ કે કોઇ ફક્ત એક જ દિવસ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે. આ તહેવાર ગણેશ ચતુર્થી, વિનાયક ચોથ, ગણેશ ચોથ તરીકે ઓળખાય છે. આ પર્વને ખુબજ ધામધુમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવારનું ગણેશજીની મૂર્તિના વિસર્જન સાથે અનંત ચતુર્દશીના દિવસે થાય છે.

ક્યારે શરૂ થશે ગણેશ મહોત્સવ ?
વૈદિક પંચાગ અનુસાર આ વર્ષે ભાગરવાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બર બપોરે 3 કલાક 1 મિનિટ પહેલા શરૂ થાય છે. આ તિથિનુ સમાપન 7 સપ્ટેમ્બર સાંજે 5 કલાક 37 મિનિટે થશે. ઉદય તિથિને જોતા ગણેશ ચતુર્થીનો શુભારંભ 7 સપ્ટેમ્બર શનિવારે ગણેશજીની સ્થાપના અને વ્રતની શરૂઆત કરવામાં આવશે. ગણેશ ચતુર્થીની પૂજા સવારે 11 કલાક 03 મિનિટથી લઇને બપોરે 1 કલાક 34 મિનિટ સુધી થશે.

ક્યારે થશે ગણેશ ચતુર્થીનું સમાપન ?
પંચાંગને જોતા ગણેશ ચતુર્થીનું સમાપાન 17 સપ્ટેમ્બર 2024 મંગળવારે અનંત ચતુર્દશીના દિવસે થશે. આ દિવસે ભાવથી ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે. એવી માન્યતા છે કે જે પાલન કરે છે સૃષ્ટીને સજાવે છે એમનું પણ નામ ધારણ કરવાથી વસર્જન કરવુ પડે છે. સ્વર્ગ પરથી ઉતરી ગણેશજી ભક્તો સાથે 10 દિવસ ઘરે ઘરે વાસ કરે છે. વિસર્જન સુધી ભક્તો બાપ્પાના અલગ અલગ રૂપ અને નામ સાથે પૂજા અર્ચના કરે છે. ભગવાન ગણેશજીના આશિર્વાદ પ્રાપ્ત થાય છે પરિવારમાં ખુશીઓ આવે છે ગણેશજી તમામ દુ:ખ હરે છે.