કપરાડામાં 4.5 અને વાપીમાં 3.5 ઇંચ વરસાદ, વાંસદાનો કેલીયા ડેમ ઓવરફ્લો, ૨૩ગામ એલર્ટ કરાયા
July 30, 2024

વાંસદા તાલુકાનો કેલીયા ડેમ ઓવરફલો થતા નીચાણવાળા 23 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં વાંસદાના કેલીયા, ચીખલી તાલુકાનાં માંડવો, કાકડવેલ, વેલણપુર, ગોડથલ, કણભાઈ, સિયાદા, પોલાર, કલીયારી, આમધરા, મોગરાવાડી, પીપલગભાણ, સોલરા, મલિયાધારા, વેજ, તેજલાવ, બલવાડા અને ખેરગામ તાલુકાના વાડ જ્યારે ગણદેવી તાલુકાના ઉંડાચ, ગોયંદી, ખાપરવાડા, દેસરા અને વાથરેચનો સમાવેશ થયા છે. તો જૂજ ડેમ પણ 90ટકા ભરાતા નીચાણવાળા ૨૫ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં વાંસદાના જુજ, ખડકીયા, નવાનગર, વાંસીયા તળાવ, વાંસદા, રાણીફળીયા, નાની વાલઝાર, મોટી વાલઝાર, સિંગાડ, રૂપવેલ, ચાપલધરા, રાજપુર, પ્રતાપનગર જયારે ચીખલી તાલુકાના દોણજા, હરણ ગામ, ચીખલી, ખૂંષ, ઘેટકી, વંકાલ (વ.ફળીયા) અને ગણદેવી તાલુકાના ઊંડાચ, લુહાર ફળીયા, વાણીયા ફળીયા, ગોયદી, ખાપરવાડા અને દેસરાનો સમાવેશ થાય છે.
વલસાડ જીલ્લામાં બે દિવસના વિરામ બાદ સોમવારે સાંજે 4.00 વાગ્યા સુધીમાં જીલ્લામાં સરેરાશ 2 ઈંચ વરસાદ પડયો હતો. સોમવારે સવારથી સાંજ સુધીમાં જ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. રાત્રે ખાસ વરસાદ વરસ્યો ન હતો. જીલ્લામાં સૌથી વધુ કપરાડમાં 4.5 ઈચ અને વાપીમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. બપોરે 12 થી 2 વાગ્યા સુધીના બે કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી પાણી થઈ ગયું હતુ. વાપીના ગીતાનગરના માર્ગ પાણીના નિકાલના અભાવે તળાવમાં રૂપાંતરિત થયો હતો. અને વાહનચાલકોએ હાલાકી ભોગવવી પડી હતી. આ ઉપરાંત ધરમપુર અને ઉમરગામમાં 2-2 ઈંચ, પારડીમાં 1 ઈંચ અને વલસાડમાં 0.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જીલ્લાના મધુબન ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતાં આજે સોમવારે 19989 કયુસેક પાણીની આવક થતાં ડેમના 10 પૈકી 2 દરવાજા O. Fo મીટર સુધી ખુલ્લા મુકી નદી મારફતે 5955 કયુસેક પાણ છોડાયું હતું. સાંજે ડેમની સપાટી 7205 મીટર નોંધાઈ હતી. ડેમની ભયજનક સપાટી 82મીટર છે. પડોશી સંઘપ્રદેશમાં સોમવારે સાંજે 5 વાગ્યા સુધીમાં દમણમાં 2 ઈંચ અને દા.ન.હવેલીમાં 4 ઈંચ વરસાદ પડયો હતો.
Related Articles
સુરત હિટ એન્ડ રનઃ કાર ચાલકે ડિવાઇડર કૂદાવી છ લોકોને અડફેટે લીધાં, બે ભાઈઓનું ઘટનાસ્થળે જ નિપજ્યું મોત
સુરત હિટ એન્ડ રનઃ કાર ચાલકે ડિવાઇડર કૂદા...
Feb 08, 2025
ખ્યાતિ હૉસ્પિટલ કાંડના 88 દિવસ બાદ કોર્ટમાં 5670 પાનાની ચાર્જશીટ રજૂ
ખ્યાતિ હૉસ્પિટલ કાંડના 88 દિવસ બાદ કોર્ટ...
Feb 07, 2025
પાટીદાર આંદોલન સમયના 9 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારની સત્તાવાર જાહેરાત
પાટીદાર આંદોલન સમયના 9 કેસ પરત ખેંચાયા,...
Feb 07, 2025
વડોદરાના હરણી બોટકાંડના મૃતકો માટે વળતર જાહેર
વડોદરાના હરણી બોટકાંડના મૃતકો માટે વળતર...
Feb 07, 2025
વડોદરા : શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ વિદેશ ભાગી ના જાય માટે લુક આઉટ નોટિસ જારી
વડોદરા : શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ વિ...
Feb 07, 2025
સુરતમાં બાળકના મોત બાદ કાર્યપાલક ઈજનેર સહિત ચારને શો કોઝ નોટિસ
સુરતમાં બાળકના મોત બાદ કાર્યપાલક ઈજનેર સ...
Feb 07, 2025
Trending NEWS

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025