ગુજરાત અને રાજસ્થાનમાં દેશમાં સૌથી વધુ તાપમાન
October 29, 2024
ગુજરાતમાં ચોમાસામાં વર્ષ 1994થી 2023 દરમિયાન વર્ષે સરેરાશ 35.50 ઈંચ સામે આ વર્ષે અત્યાધિક 50.50 ઈંચ વરસાદ વરસી ગયા બાદ હવે પ્રકાશ પર્વ શ્રુંખલાનો પ્રાંરભ થયો છે, ત્યારે અસામાન્ય તાપ વરસી રહ્યો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાઈ રહ્યું છે. સોમવારે તાપમાનનો પારો ભૂજ અને ડીસામાં 41 સેલ્સિયસ અને રાજકોટમાં 40 સેલ્સિયસે પહોંચી જતા બપોરે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો.
આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, કંડલા, અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ તાપમાનનો પારો 38 સેલ્સિયસને પાર થયો હતો. જે આ સમયમાં અસામાન્ય તાપ દર્શાવે છે. સવારનું તાપમાન હજુ પણ 20 સેલ્સિયસ નીચે ઉતરતું નથી.
રાજકોટમાં આ સમયે સવારના 15 સેલ્સિયસ તાપમાને ગુલાબી ઠંડી અનુભવાતી હોય તેના બદલે સોમવારે 21 સેલ્સિયસ એટલે કે 5.7 સેલ્સિયસ વધારે તાપમાન રહ્યું હતું અને બપોરનું તાપમાન હાલ 26 સેલ્સિયસ આસપાસને બદલે 39.6 સેલ્સિયસ નોંધાયુ છે.
અમદાવાદમાં આ રીતે નોર્મલ કરતા સવારનું તાપમાન 4.3 સેલ્સિયસ અને બપોરનું 3.3 સેલ્સિયસ વધારે, સુરતમાં સવારનું તાપમાન 4.7 સેલ્સિયસ વધારે, ભૂજમાં બપોરનું તાપમાન 4.8 સેલ્સિયસ વધારે અને પ્રસિદ્ધ યાત્રાધામો દ્વારકામાં 3.9 અને વેરાવળમાં 3 સેલ્સિયસ વધારે તાપમાન નોંધાયું છે.
દિવાળી પૂર્વેના સમયમાં મિશ્ર હવામાન સામાન્ય છે, કારણ કે બે ઋતુ ભેગી થતી હોય છે પરંતુ, આ વખતે કથળેલા ક્લાઈમેટની પ્રતીતિ કરાવતી સ્થિતિ જુદી છે જેમાં સવાર-બપોરના તાપમાન વચ્ચે 17થી 19 સેલ્સિયસ સુધીનો ફરક તો છે તે ઉપરાંત ન્યુનત્તમ ? અને મહત્તમ એ બન્ને તાપમાન સામાન્ય કરતા 3થી 6 સેલ્સિયસ વધારે રહે છે.
હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર પાંચ નવેમ્બર બાદ દિવસનું તાપમાન તબક્કાવાર ઘટવા લાગશે. આ જ સમયગાળા દરમિયાન લધુતમ તાપમાન 19 ડિગ્રી સુધી જતાં ઠંડીનો ચમકારો અનુભવાશે. આજે 10 શહેરમાં 36 ડિગ્રીથી વઘુ તાપમાન હતું. જેમાં કંડલા એરપોર્ટ ઉપરાંત ભુજ, ડીસામાં પારો 40 ડિગ્રીથી વઘુ હતો.
Related Articles
દિવાળીના તહેવારમાં અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો
દિવાળીના તહેવારમાં અંબાજી મંદિર ખાતે આરત...
વડોદરા ભવિષ્યમાં વિમાનોના ઉત્પાદનનું હબ બનશે, સી-295 એરક્રાફટ નિર્માણ માટેના પ્લાન્ટનું ઉદઘાટન
વડોદરા ભવિષ્યમાં વિમાનોના ઉત્પાદનનું હબ...
Oct 28, 2024
વાવ પેટાચૂંટણીને લઈ ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ
વાવ પેટાચૂંટણીને લઈ ફોર્મ ચકાસણીનો અંતિમ...
Oct 28, 2024
નારોલમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 2નાં મોત, 7ને હોસ્પિટલ ખસેડાયાં
નારોલમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં ગેસ લ...
Oct 27, 2024
ફેસબૂક પર CBI ઈન્સ્પેક્ટર-વોટ્સએપ પર વકીલ, ગઠિયાએ દોઢ લાખ ઠગ્યા
ફેસબૂક પર CBI ઈન્સ્પેક્ટર-વોટ્સએપ પર વકી...
Oct 27, 2024
સુરતની 7 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ
સુરતની 7 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમક...
Oct 27, 2024
Trending NEWS
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
Oct 29, 2024