અક્ષયની સરફિરાને સેન્સર સર્ટિ. મળ્યું પણ રીલિઝ મુલત્વી રહેવાની ચર્ચા

July 09, 2024

મુંબઈ : અક્ષય કુમારની 'સરફિરા' ફિલ્મને કેટલાંક વાસ્તવિક પાત્રો વિશે સ્પષ્ટતાઓ મૂકવા તથા કેટલાક સંવાદોમાં ફેરફારની શરતે સેન્સર બોર્ડનું યુ સર્ટિફિકેટ મળ્યું છે. જોકે, ફિલ્મી વર્તુળોમાં ચર્ચા છે કે આ ફિલ્મની રીલિઝ કદાચ છેલ્લી ઘડીએ  મુલત્વી રહી શકે છે. ખાનગી ક્ષેત્રની પહેલી સ્વદેશી એરલાઈન્સ શરુ કરનારા કેપ્ટન ગોપીનાથના જીવન પર આધારિત આ ફિલ્મમાં ભારતીય રાજકારણ તથા ઉદ્યોગ જગતની કેટલીય હસ્તીઓનો ઉલ્લેખ અથવા તો પાત્રો છે. આ બાબતમાં એ ડિસક્લેમર મૂકવા સેન્સર બોર્ડે જણાવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ફિલ્મના કેટલાક સંવાદોની કાપકૂપ કરવામાં આવી છે.  ફિલ્મ સર્જકોને સંરક્ષણ મંત્રાલયનું ના વાંધા પ્રમાણપત્ર પણ રજૂ કરવા જણાવાયું છે. દરમિયાન ટ્રેડ સૂત્રોમાં ચર્ચા છે કે આ  ફિલ્મની રીલિઝ છેલ્લી ઘડીએ  મુલત્વી રહે તો નવાઈ પામવા જેવું નહીં હોય. પ્રભાસની 'કલ્કિ' હજુ પણ બોક્સ ઓફિસ પર સ્ટ્રોન્ગ છે. તેની સાથે સાથે કમલ હાસનની 'ઈન્ડિયન ટૂ' પણ આગામી દિવસોમાં રીલિઝ થવાની છે. આ બંને  ફિલ્મોને કારણે તથા ઓલરેડી તમિલ ફિલ્મની રીમેક હોવાને કારણે 'સરફિરા'ને સાઉથમાં ખાસ કોઈ કલેક્શન મળવાની આશા જ નથી.  'સરફિરા' મૂળ તમિલ ફિલ્મ 'સુરારાઈ પોટ્ટુરુ'ની રીમેક છે. સૂર્યાની આ ફિલ્મ તમિલમાં બહુ હિટ થઈ હતી અને ત ેતેની બહુ પ્રશંસા પામેલી ફિલ્મોમાંની  એક ગણાય છે.