શેરબજારે તોડ્યા તમામ રેકોર્ડ, સેન્સેકસ પહેલી વખત 79000ને પાર, નિફ્ટી પણ 24000 નજીક ઓલ ટાઇમ હાઈ
June 27, 2024
ભારતીય શેરબજાર રેકોર્ડ બ્રેક તેજી સાથે સતત નવી સર્વોચ્ચ ટોચ બનાવી રહ્યું છે. લોકસભા ચૂંટણીના પરિણામો વખતે નોંધાયેલા મોટા કડાકા બાદ સેન્સેક્સ માત્ર 16 ટ્રેડિંગ સેશનમાં જ 6964.86 પોઈન્ટ ઉછળ્યો છે. જૂન મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીએ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે.
ચાલુ કેલેન્ડર વર્ષ શેરબજાર માટે બુલિશ રહ્યું છે. 15 જાન્યુઆરીએ 73000થી 74000 થતાં તેને 37 દિવસ લાગ્યા હતા. બાદમાં 74000થી 75000 થવામાં 21 દિવસ, જ્યારે 76000 થવામાં 30 દિવસ થયા હતાં. જ્યારે જૂન માસામં 10 દિવસમાં 77000, 15 દિવસમાં 78000 અને 2 દિવસમાં 79000નું લેવલ ક્રોસ કર્યું હતું. નિફ્ટી પણ 24000ના લેવલ નજીક પહોંચ્યો છે. આજે 23974.70ની ઐતિહાસિક ટોચ નોંધાવી છે.
લોકસભા ચૂંટણીના પરિણામો દરમિયાન 4 જૂને રોકાણકારોને મોટુ નુકસાન થયુ હતું. મૂડીમાં લગભગ 30 લાખ કરોડનું ધોવાણ થયુ હતું. પરંતુ ત્યારથી માંડી અત્યારસુધીમાં શેરબજારમાં બુલિશ ટ્રેન્ડના પગલે રોકાણકારોની મૂડી રૂ. 44.01 લાખ કરોડ વધી છે. સેન્સેક્સ પણ લગભગ 7000 પોઈન્ટ વધ્યો છે.
સેન્સેક્સ આજે સુધારા તરફી ખૂલ્યા બાદ 10 વાગ્યા સુધીમાં 359.66 પોઈન્ટ ઉછળી 79033.91ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી 23974.70ની સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ 10.50 વાગ્યે 18.10 પોઈન્ટના ઘટાડા સાથે 23850.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 11 સ્ક્રિપ્સ ગ્રીન ઝોનમાં અને 19 રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહી હતી. બીએસઈ ખાતે 233 શેર્સ અપર સર્કિટ, 156 શેર્સ લોઅર સર્કિટ, જ્યારે 240 શેર્સ વર્ષની ટોચે અને 22 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા.
નિફ્ટી50માં સામેલ અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસીમ, ડો. રેડ્ડીઝ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલીવરના શેર્સ 4 ટકા સુધી ઉછાળા સાથે ટોપ ગેનર્સમાં સામેલ છે. મારૂતિ સુઝુકી 1.22 ટકા, શ્રીરામ ફાઈનાન્સ 0.97 ટકા, કોલ ઈન્ડિયા 0.96 ટકા, લાર્સન ટ્રુબો 0.94 ટકા અને એચસીએલ ટેક 0.88 ટકા તૂટ્યા છે.
Related Articles
દિવાળી મુહૂર્તનો ટ્રેડિંગ 1 નવેમ્બરથી થશે:સાંજે 6 થી 7 વાગ્યા સુધી એક કલાકનું સ્પેશિયલ સેશન હશે
દિવાળી મુહૂર્તનો ટ્રેડિંગ 1 નવેમ્બરથી થશ...
સોનું પહેલીવાર 77 હજારને પાર:10 ગ્રામના ભાવમાં 522 રૂપિયાનો વધારો, ચાંદીમાં પણ 335 રૂપિયા પ્રતિ કિલોની તેજી
સોનું પહેલીવાર 77 હજારને પાર:10 ગ્રામના...
Oct 18, 2024
શેરબજારમાં રોકાણકારોની સંખ્યા મામલે ગુજરાત ત્રીજા ક્રમે
શેરબજારમાં રોકાણકારોની સંખ્યા મામલે ગુજર...
Oct 10, 2024
RBIનો રેપો રેટ અંગે મોટો નિર્ણય, સતત 10મી વખત યથાવત્
RBIનો રેપો રેટ અંગે મોટો નિર્ણય, સતત 10મ...
Oct 09, 2024
શેરબજારમાં મંદીનુ જોર વધ્યું, રોકાણકારોના આજે વધુ 9 લાખ કરોડ ડૂબ્યા, 689 શેર્સમાં લોઅર સર્કિટ
શેરબજારમાં મંદીનુ જોર વધ્યું, રોકાણકારોન...
Oct 07, 2024
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર, શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ એકઝાટકે 1264 પોઈન્ટ તૂટ્યો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર, શેરબજારમાં મોટો...
Oct 03, 2024
Trending NEWS
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
Oct 21, 2024