શેર બજાર શિખર પર, નિફ્ટી 24,200 ની ઉપર, સેન્સેક્સ 79,840 પર ખૂલ્યો
July 02, 2024
ભારતીય શેર બજાર માટે મંગળવારનો દિવસ મંગળમય સાબિત થતો દેખાઇ રહ્યો છે. શેર બજારની નવા ઐતિહાસિક શિખર પર શરૂઆત થઇ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને નવા રેકોર્ડ હાઇ બનાવ્યો છે. બીએસઇનો સેન્સેક્સ 364.18 પોઇન્ટ એટલે કે 0.46 ટકાની ઉંચાઇ સાથે 79,840.37 પર ખુલ્યો છે. એનએસઇનો નિફ્ટી 86.80 પોઇન્ટ 0.36 ટકાના વધારા સાથે 24,228.75 ના લેવલ પર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માર્કેટના પ્રી ઓપનિંગ સેશનમાં જ ઇતિહાસ રચતાં બોમ્બે સ્ટોક એક્સચેંજના 30 શેરોવાળા સેન્સેક્સે પહેલીવાર 80,000 ના આંકડાને સ્પર્શી લીધો હતો. પ્રી-ઓપનમાં લગભગ 300 પોઇન્ટથી વધુના ઉછાળા સાથે સેન્સેક્સે આ આંકડાને સ્પર્શી લીધો હતો. જોકે આજના દિવસના બજારની શરૂઆત થતાં સેન્સેક્સ અને નિફ્ટી નવા ઓલ ટાઇમ હાઇ પર ઓપન થયા હતા.
શેર માર્કેટમાં મંગળવારે કારોબાર શરૂ થતાં જ બીએસઇનો સેન્સેક્સ 211.30 પોઇન્ટ એટલે કે 0.27 ટકા વધીને 79,687.49 પર ઓપન થયો હતો, તો બીજી તરફ નિફ્ટી ઓપનિંગ સાથે જ 60.20 પોઇન્ટ એટલે 0.25 ટકા વધીને 24,202.20 નવા ઓલ ટાઇમ હાઇ લેવલ પર પહોંચી ગયો હતો.
બજાર ખૂલતાંની સાથે જ 1935 શેરોમાં તેજી જોવા મળી છે, 536 શેરોમાં ઘટાડો નોંધાયો છે અને 97 શેરોમાં કોઇ ફેરફાર થયો નથી. શરૂઆતી કારોબાર દરમિયાન આયશર મોટર્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી અને હીરો મોટોકોર્પ નિફ્ટી પર સૌથી વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા. તો બીજી તરફ બજાજ ઓટો, સન ફાર્મા, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ અને અદાણી એન્ટરપ્રાઇઝસમાં ઘટાડો જોવા મળ્યો હતો.
Related Articles
દિવાળી મુહૂર્તનો ટ્રેડિંગ 1 નવેમ્બરથી થશે:સાંજે 6 થી 7 વાગ્યા સુધી એક કલાકનું સ્પેશિયલ સેશન હશે
દિવાળી મુહૂર્તનો ટ્રેડિંગ 1 નવેમ્બરથી થશ...
સોનું પહેલીવાર 77 હજારને પાર:10 ગ્રામના ભાવમાં 522 રૂપિયાનો વધારો, ચાંદીમાં પણ 335 રૂપિયા પ્રતિ કિલોની તેજી
સોનું પહેલીવાર 77 હજારને પાર:10 ગ્રામના...
Oct 18, 2024
શેરબજારમાં રોકાણકારોની સંખ્યા મામલે ગુજરાત ત્રીજા ક્રમે
શેરબજારમાં રોકાણકારોની સંખ્યા મામલે ગુજર...
Oct 10, 2024
RBIનો રેપો રેટ અંગે મોટો નિર્ણય, સતત 10મી વખત યથાવત્
RBIનો રેપો રેટ અંગે મોટો નિર્ણય, સતત 10મ...
Oct 09, 2024
શેરબજારમાં મંદીનુ જોર વધ્યું, રોકાણકારોના આજે વધુ 9 લાખ કરોડ ડૂબ્યા, 689 શેર્સમાં લોઅર સર્કિટ
શેરબજારમાં મંદીનુ જોર વધ્યું, રોકાણકારોન...
Oct 07, 2024
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર, શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ એકઝાટકે 1264 પોઈન્ટ તૂટ્યો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર, શેરબજારમાં મોટો...
Oct 03, 2024
Trending NEWS
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
Oct 21, 2024