કેનેડાએ વિદેશી નાગરિકોને સરહદ પર પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) માટે અરજી કરવા પર પ્રતિબંધ મૂક્યો
June 24, 2024

કેનેડાએ વિદેશી નાગરિકોને સરહદ પર પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) માટે અરજી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, જે તુરંત જ લાગૂ થશે. જેથી કેનેડામાં ટેમ્પરરી વિઝા પર રહેતાં તેમજ વર્ક વિઝા પૂર્ણ થઈ ગયેલા વિદેશી નાગરિકો બોર્ડર ક્રોસ દેશોમાંથી વર્ક વિઝા (PGWP)ની અરજી કરી શકાશે નહીં. " વધુમાં IRCCએ દેશમાંથી જ અરજી કરી પારદર્શિતા અને અસરકારક પ્રક્રિયા વધારવા પ્રોત્સાહન આપ્યું છે.
ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશિપ મંત્રી માર્ક મિલરે જણાવ્યું હતું કે, વિદેશી નાગરિકો હવે સરહદ પરથી પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) માટે અરજી કરી શકશે નહીં. આ નિર્ણય, તાત્કાલિક અસરથી લાગૂ થતાં "ફ્લેગપોલિંગ" તરીકે ઓળખાતી પ્રથાને અંકુશમાં લેવાનો છે.
કેનેડામાં વસતા વિદેશી નાગરિકો પોતાના વિઝાની વેલિડિટી પૂર્ણ થવાની હોવાથી કેનેડાની આસપાસ ફ્લેગપોલ અર્થાત સરહદી વિસ્તારોમાં જઈ વસે છે. અને ત્યાંથી PGWP માટે અરજી કરી અમેરિકાની બોર્ડર ક્રોસ કર્યા વિના ફરી કેનેડામાં ટેમ્પરરી રેસિડન્સ તરીકેનું સ્ટેટસ મેળવે છે. જેને ફ્લેગપોલિંગના નામે ઓળખાય છે. આ વિઝા હેઠળ તેઓ ફરી કેનેડામાં રહી પોતાનો સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા કે PR પ્રક્રિયા પૂર્ણ કરતાં હોય છે.
1 માર્ચ, 2023થી 29 ફેબ્રુઆરી, 2024 દરમિયાન PGWPના અરજદારોમાં 20 ટકા વિદેશી નાગરિકો ફ્લેગપોલિંગમાં જોડાયેલા હતા. જેથી કેનેડાની સરકારે કેનેડામાં જ રહી વિઝા અરજી કરવાની અપીલ કરતાં આ વિઝા પર પ્રતિબંધ લાદ્યો છે. મોટાભાગના વિદેશી વિદ્યાર્થીઓ પોતાના વિઝા પૂરા થઈ જતાં હોવાથી 12 ટોચના પોર્ટ્સમાં પ્રવેશ મેળવી ફ્લેગપોલિંગમાં ભાગ લે છે.
કેનેડામાં વસતા વિદેશી નાગરિકો પોતાનો વિઝા પૂર્ણ થવા જઈ રહ્યો હોવાથી તેઓ કેનેડાની સરહદ પર ફ્લેગપોલ (12 પોર્ટ્સ)માં જતાં રહે છે. ત્યાંથી ફ્લેગપોલિંગમાં PGWP માટે અરજી કરે છે. સામાન્ય રીતે કેનેડામાં ટેમ્પરરી રેસિડન્સ વિઝાનો જવાબ આવતાં 1 મહિનાથી વધુ સમય લાગે છે, જ્યારે કેનેડિયન પોર્ટ ઓફ ધ એન્ટ્રી પરથી PGWP મારફત માત્ર 30 મિનિટમાં કે તેથી ઓછા સમયમાં વિઝાનો જવાબ આવી જતો હોય છે.
ઓથોરિટીએ કેનેડામાં જ રહીને જ વર્ક વિઝા માટે અરજી પર પ્રતિક્રિયાનો સમયગાળો ઘટાડ્યો છે. ઓનલાઈન અરજી ફોર્મ અને પ્રક્રિયાઓને સરળ બનાવવાથી નવી અરજીઓ પર નિર્ણયોની રાહ જોતી વખતે વિદેશી નાગરિકોને કામ કરવા સક્ષમ બનાવે છે. નવી વર્ક પરમિટની અરજીની પ્રક્રિયા થવાની રાહ જોયા વિના કામદારોને નવા એમ્પ્લોયર સાથે તરત જ કામ શરૂ કરવાની મંજૂરી આપવી.
Related Articles
કાલે કેનેડાના નવા PM માર્ક કાર્નીનો શપથગ્રહણ સમારોહ:કેનેડાના 24મા PM બનશે
કાલે કેનેડાના નવા PM માર્ક કાર્નીનો શપથગ...
Mar 13, 2025
કેનેડા સામે 50% ટેરિફ ઝીંકવાનો આદેશ અટકાવ્યો, ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ગુલાંટ!
કેનેડા સામે 50% ટેરિફ ઝીંકવાનો આદેશ અટકા...
Mar 12, 2025
કેનેડાના નવા PM ભારત સાથે સંબંધ સુધારવા તત્પર, અમેરિકા સામે બાંયો ચડાવી
કેનેડાના નવા PM ભારત સાથે સંબંધ સુધારવા...
Mar 11, 2025
કેનેડાના નવા PM બનતાં જ માર્ક કાર્નીનો ટ્રમ્પને પડકાર, 'અમને છંછેડનારને અમે છોડીશું નહીં...',
કેનેડાના નવા PM બનતાં જ માર્ક કાર્નીનો ટ...
Mar 10, 2025
જસ્ટિન ટ્રુડોની વિદાય...રાજકારણમાં બિનઅનુભવી માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બનશે
જસ્ટિન ટ્રુડોની વિદાય...રાજકારણમાં બિનઅન...
Mar 10, 2025
કેનેડાના ટોરોન્ટોમાં ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર, 11 લોકો ઈજાગ્રસ્ત, શંકાસ્પદ હુમલાખોર ફરાર
કેનેડાના ટોરોન્ટોમાં ક્લબમાં અંધાધૂંધ ગો...
Mar 08, 2025
Trending NEWS

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025