કેન્દ્રનો મોટો નિર્ણય : ચીનની 160 કંપનીને મોટો ઝટકો, ભારતમાં નહીં કરી શકે વેચાણ

January 07, 2023

દિલ્હી- ભારતમાં રમકડાં વેચતી લગભગ 160 જેટલી ચાઈનીઝ કંપનીઓને હજૂ સુધી જરુરી ગુણવત્તા સર્ટિફિકેટ સરકારે આપ્યા નથી. આ મોડુ થવા પાછળકોવિડ- 19 મહામારી હોવાનું કહેવાય છે. ભારતે જાન્યુઆરી 2021માં જ દેશમાં રમકડાંના વેચાણ માટે ભારતીય માપદંડ બ્યૂરોમાંથી ISI ગુણવત્તા સર્ટિફિકેટ લેવાનું ફરજિયાત કરી દીધું છે. બીઆઈએસના ડીરેક્ટર પ્રમોદ કુમાર તિવારીએ કહ્યું છે કે, ચીનની લગભગ 160 રમકડાં બનાવતી કંપનીઓને છેલ્લા બે વર્ષમાં BIS ગુણવત્તા સર્ટિફિકેટ આપવા માટે અરજી કરી છે. અમે હજૂ સુધી કોવિડ- 19 મહામારીને ધ્યાને રાખતા તેમને સર્ટિફિકેટ આપ્યા નથી.
મોટા ભાગે બીઆઈએસ ગુણવત્તા પ્રમાણપત્રને કારખાનાના નિરીક્ષણ બાદ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, મહામારી સંબંધી પ્રતિબંધો અને સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓના કારણે બીઆઈએસ અધિકારી ચીનનો પ્રવાસ નહીં કરી શકે. તિમારીએ ચીની રમકડાં કંપનીઓ વિશે કહ્યું કે, તેમણે અમને નીરિક્ષણ માટે આમંત્રણ નથી આપ્યા અને અમે પણ મહામારીના કારણે ચીનમાં જઈ શક્યા નથી. છેલ્લા બે વર્ષમાં બીઆઈએસે 29 વિદેશી રમકડા વિનિર્માતાને ગુણવત્તા પ્રમાણપત્ર આપ્યા છે, જેમાં 14 વિયેતનામની છે. આ દરમિયાન બીઆઈએસે 982 ભારતીય રમકડા બનાવતી કંપનીઓને પ્રમાણપત્ર આપ્યા છે.


જો ગ્રાહકોને લાગે છે કે, દેશમાં ગેરકાયદેસર રીતે મેડ ઈન ચાઈના રમકડા વેચવામાં આવી રહ્યા છે. તો તેની ફરિયાદ કરી શકે છે. 2022ના આંકડા અનુસાર, છેલ્લા 3 વર્ષમાં ભારતના રમકડાની આયાત લગભગ 70 ટકા ઘટી ગઈ છે અને નિકાસ 61 ટકા વધી ગઈ છે. આ ડેટા ગત વર્ષે વાણિજય મંત્રાલયે જાહેર કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દેશમાં રમકડા બનાવવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. તેનું બહુ મોટુ કારણ છે કે, રમકડા પર હાલમાં પણ ચીનનો એકાધિકાર જોવા મળે છે. જો કે, હવે તેને ભારતમાં પડકાર મળી રહ્યો છે.