ગુજરાતમાં વકરતો ચાંદીપુરા વાયરસ, કુલ પોઝિટિવ દર્દી 45 થયાં, મૃત્યુઆંક 50
July 28, 2024
અરવલ્લી- ગુજરાતમાં શનિવારે શંકાસ્પદ ચાંદીપુરાથી વઘુ ચાર બાળકોના મૃત્યુ થયા છે. આ સાથે જ ચાંદીપુરાથી કુલ મરણાંક હવે 52 થઇ ગયો છે. અત્યારસુધી પંચમહાલમાંથી સૌથી વઘુ 6 જ્યારે અમદાવાદમાંથી પાંચના મૃત્યુ થયા છે. શનિવારે ચાંદીપુરાના વઘુ 6 સાથે કુલ પોઝિટિવ કેસનો આંર વધીને 45 થયો છે. પંચમહાલમાં સૌથી વઘુ 7 જ્યારે સાબરકાંઠામાં 6 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઇટિસ એટલે કે શંકાસ્પદ ચાંદીપુરાના કુલ 130 કેસ છે. જેમાં સાબરકાંઠામાં 12, અરવલ્લી-ખેડા-મહેસાણામાં 7, મહીસાગર-છોટા ઉદેપુર-નર્મદા-વડોદરા કોર્પોરેશન-સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગર-રાજકોટ-જામનગર-વડોદરામાં 6, સુરેન્દ્રનગર-મોરબી-બનાસકાંઠામાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 12, પંચમહાલમાં 15, ગાંધીનગર કોર્પોરેશન-દાહોદ-કચ્છ-ભરૂચમાં 3, ભાવનગર-દેવભૂમિ દ્વારકા-અમદાવાદ-જામનગર કોર્પોરેશન-પોરબંદરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 4 કેસનો સમાવેશ થાય છે. આ શંકાસ્પદ કેસના ટેસ્ટ ગાંધીનગર ખાતેની લેબમાં મોકલવામાં આવ્યા છે. જેના આધારે આવતા રીપોર્ટથી સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 1, ખેડામાં 4, મહેસાણામાં 1, રાજકોટમાં 2, સુરેન્દ્રનગમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગરમાં 1, પંચમહાલમાં 7, જામનગરમાં 1, મોરબીમાં 1, દાહોદમાં 2, વડોદરામાં બનાસકાંઠા-દેવભૂમિ દ્વારકા- રાજકોટ કોર્પોરેશન-કચ્છ-સુરત કોર્પોરેશન-ભરૂચ-પોરબંદરમાં 1 કેસનો પોઝિટિવ મળી આવ્યા છે.
ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઇટિસના 38 દર્દી દાખલ છે અને 40ને રજા અપાઇ છે. રાજસ્થાનના કુલ 6 કેસ છે અને તેમાં 4 દર્દી દાખલ છે જ્યારે બે દર્દીના મૃત્યુ થયા છે. મઘ્ય પ્રદેશના કુલ ચાર કેસમાંથી 3 દાખલ છે અને 1નું મૃત્યુ થયું છે. મહારાષ્ટ્રનો કેસ છે જેમાં 1 દર્દી દાખલ છે. આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ-શંકાસ્પદ દર્દીના ઘર અને આસપાસના વિસ્તારોમાં મળીને કુલ 42934 ઘરમાં સર્વેલન્સની કામગીરી કરાઇ છે.
Related Articles
દિવાળીના તહેવારમાં અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો
દિવાળીના તહેવારમાં અંબાજી મંદિર ખાતે આરત...
ગુજરાત અને રાજસ્થાનમાં દેશમાં સૌથી વધુ તાપમાન
ગુજરાત અને રાજસ્થાનમાં દેશમાં સૌથી વધુ ત...
Oct 29, 2024
વડોદરા ભવિષ્યમાં વિમાનોના ઉત્પાદનનું હબ બનશે, સી-295 એરક્રાફટ નિર્માણ માટેના પ્લાન્ટનું ઉદઘાટન
વડોદરા ભવિષ્યમાં વિમાનોના ઉત્પાદનનું હબ...
Oct 28, 2024
વાવ પેટાચૂંટણીને લઈ ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ
વાવ પેટાચૂંટણીને લઈ ફોર્મ ચકાસણીનો અંતિમ...
Oct 28, 2024
નારોલમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 2નાં મોત, 7ને હોસ્પિટલ ખસેડાયાં
નારોલમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં ગેસ લ...
Oct 27, 2024
ફેસબૂક પર CBI ઈન્સ્પેક્ટર-વોટ્સએપ પર વકીલ, ગઠિયાએ દોઢ લાખ ઠગ્યા
ફેસબૂક પર CBI ઈન્સ્પેક્ટર-વોટ્સએપ પર વકી...
Oct 27, 2024
Trending NEWS
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
Oct 29, 2024