ચીનની મુશ્કેલી વધી : GDP ગ્રોથ મામલે ડ્રેગન કરતા ભારત આગળ નિકળી ગયું

January 17, 2023

ડ્રેગનની હાલત દયનીય થઈ, ઝીરો કોવિડ નીતિની માઠી અસર


નવી દિલ્હી- ચીનમાં કોરોના વાઈરસે જે રીતે કેર વર્તાવ્યો તેનાથી દરેક વાકેફ છે. દુનિયાના ઘણાં દેશો તેના લીધે ભયભીત પણ છે. જોકે આ દરમિયાન ચીન માટે વધુ એક માઠા સમાચાર આવ્યા હતા. ૨૦૨૨માં ચીનનો આર્થિકા વિકાસ દર ૩ ટકા જ રહ્યો હતો.   તમને જણાવી દઈએ કે ચીનમાં કોરોના પર કાબુ મેળવવા માટે ઝીરો કોવિડ નીતિ તથા અનેક પ્રતિબંધો લાગુ કરવા તથા રિયલ એસ્ટેટ સેક્ટર મંદીમાં ગરકાવ થતાં દેશનો આર્થિક વિકાસ દર ૩ ટકાના દરે ગગડી ગયો હતો. આ ચાર દાયકામાં સૌથી ઓછો રહ્યો હતો. સરકારે આજે આ આંકડા જાહેર કર્યા હતા. 


ચીનના નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ગત નાણાકીય વર્ષની ચોથી ત્રિમાસિકમાં વિકાસ દર વાર્ષિક આધારે ૨.૯ ટકા રહ્યો હતો. જોકે આ અગાઉ ત્રીજી ત્રિમાસિકમાં ૩.૯ ટકા રહ્યો હતો. ચીને ૨૦૨૨ માટે આશરે ૫.૫ ટકાના દરે વિકાસનું લક્ષ્ય રાખ્યું હતું. જે ૨૦૨૧માં ચીનના જીડીપી ૮.૧ ટકાથી ખૂબ જ ઓછું હતું પણ ચીનની સરકારની ઝીરો કોવિડ નીતિની તેના પર માઠી અસર થઈ અને તે લક્ષ્યને પણ પ્રાપ્ત ન કરી શક્યો.