ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું, અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
July 13, 2024
રાજ્યામાં દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, સાયક્લોનિક સર્ક્યુલેશન થતાં ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ચાલો જાણીએ, આગામી 7 દિવસ રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદીનું જોર રહેશે.
આજે (13 જુલાઈ) રાજ્યના નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી અને ડાંગ સહિત 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર સહિતના 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ધીમીધારે વરસાદી માહોલ રહેશે.
14 જુલાઈના દિવસે રાજ્યના દક્ષિણ ભાગોના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં રાજ્યના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથા યલો એલર્ટ અંતર્ગતના જિલ્લામાં રાજકોટ, જૂનાગઢ, પંચમહાલ, છોટ ઉદેપુર, નર્મદા, સુરત અને તાપી સહિતના પૂર્વ દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત મળીને કુલ 18 જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળશે.
આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાની વિસ્તારોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેવાની શક્યતા સામે લોકોને સતર્ક રહેવા જણાવ્યું હતું. આ સાથે માછીમારોને દરિયા ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા વરસાદનું પૂર્વાનુમાન કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 15 થી 19 જુલાઈ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. આ દરમિયાન રાજ્યના ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદનું પ્રમાણ જોવા મળશે.
Related Articles
દિવાળીના તહેવારમાં અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો
દિવાળીના તહેવારમાં અંબાજી મંદિર ખાતે આરત...
ગુજરાત અને રાજસ્થાનમાં દેશમાં સૌથી વધુ તાપમાન
ગુજરાત અને રાજસ્થાનમાં દેશમાં સૌથી વધુ ત...
Oct 29, 2024
વડોદરા ભવિષ્યમાં વિમાનોના ઉત્પાદનનું હબ બનશે, સી-295 એરક્રાફટ નિર્માણ માટેના પ્લાન્ટનું ઉદઘાટન
વડોદરા ભવિષ્યમાં વિમાનોના ઉત્પાદનનું હબ...
Oct 28, 2024
વાવ પેટાચૂંટણીને લઈ ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ
વાવ પેટાચૂંટણીને લઈ ફોર્મ ચકાસણીનો અંતિમ...
Oct 28, 2024
નારોલમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 2નાં મોત, 7ને હોસ્પિટલ ખસેડાયાં
નારોલમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં ગેસ લ...
Oct 27, 2024
ફેસબૂક પર CBI ઈન્સ્પેક્ટર-વોટ્સએપ પર વકીલ, ગઠિયાએ દોઢ લાખ ઠગ્યા
ફેસબૂક પર CBI ઈન્સ્પેક્ટર-વોટ્સએપ પર વકી...
Oct 27, 2024
Trending NEWS
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
Oct 29, 2024