હોલિવૂડની મશહૂર અભિનેત્રી એન્જેલિના જોલીના પુત્રનો અકસ્માત, માથાના ભાગે ગંભીર ઈજા

July 31, 2024

હોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી એન્જેલિના જોલી(Angelina Jolie)નો પુત્ર પેક્સ થિએન જોલી-પિટ (Pax Thien Jolie Pitt) માર્ગ અકસ્માતનો ભોગ બન્યો છે. આ અકસ્માતમાં પેક્સને માથામાં ઈજા થઈ છે. રિપોર્ટ પ્રમાણે, આ ઘટના ગઈકાલે એટલે કે 29 જુલાઈએ બની હતી. પેક્સ જોલી તેની ઈલેક્ટ્રિક બાઇક પર જઈ રહ્યો હતો  ત્યારે અચાનક રસ્તામાં તેની બાઇક એક કાર સાથે અથડાઈ ગઇ હતી. ઘટના દરમિયાન ઘટનાસ્થળે ઘણા લોકો એકઠા થઈ ગયા હતા અને ત્યાં હાજર લોકોએ જણાવ્યું હતું કે, પેક્સના હિપમાં ઈજા થઈ હતી અને તેના માથામાંથી લોહી પણ નીકળી રહ્યું હતું.  ઘટના બાદ પેક્સને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં ડૉક્ટરોએ તેની સારવાર કરી હતી. ડૉક્ટરે કહ્યું કે, હવે પેક્સની સ્થિતિ સ્થિર છે અને પૅક્સને કોઈ ગંભીર ઈજા થઈ નથી. થોડા કલાકો પછી જ પેક્સને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જો કે આ ઘટના બાદ માત્ર પેક્સના ફેન્સ જ નહીં પરંતુ એન્જેલીના જોલીના ફેન્સ પણ પેક્સને લઈને ચિંતિત થઇ ગયા હતા. હવે દરેક લોકો પેક્સના સ્વસ્થ થવાની રાહ જોઈ રહ્યા છે અને તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. મહત્વનું છેકે, પેક્સને બાઇક રાઇડિંગનો શોખ છે અને હાલમાં જ તે એક બાઇક પર જોવા મળ્યો હતો, જેની કિંમત લગભગ $3,000 છે.