ક્રિતીને ગ્રીસમાં બોયફ્રેન્ડ સાથે સિગારેટો ફૂંકતી જોઈ ચાહકોને આંચકો

July 31, 2024

મુંબઇ : ગ્રીસમાં બોયફ્રેન્ડ કબીર બહિયા સાથે ફરવા ગયેલી ક્રિતી સેનને ત્યાં સિગારેટો ફૂકી હોવાનો વીડિયો વાયરલ થયો છે. ક્રિતીને સ્મોકિંગ કરતી જોઈ તેના ચાહકો નારાજ થઈ ગયા છે અને ટીકાની ઝડીઓ વરસાવી રહ્યા છે. ક્રિતી તેનો બર્થ ડે મનાવવા માટે બોયફ્રેન્ડ કબીર બહિયા સાથે ગ્રીસમાં ગઈ છે. તેની બહેન નુપૂર પણ તેની સાથે છે.  આ વેકેશનની વિવિધ તસવીરો તથા વીડિયો વાયરલ થયા છે. તેમાંથી એકમાં ક્રિતી બિન્ધાસ્ત સિગરેટ ફૂંકતી જોવા મળી છે. આ વીડિયો જોઈ ચાહકોએ ક્રિતી પાસેથી આવી અપેક્ષા ન હતી તેમ કહી રોષ ઠાલવ્યો છે. કેટલાક લોકોએ લખ્યું છે કે ક્રિતીની ઈમેજ એક સીધીસાદી સંસ્કારી છોકરી તરીકેની હતી પરંતુ તે માત્ર ભારતમાં જ આવી ઈમેજ સાચવે છે. અગાઉ 'બરેલી કી બરફી' ફિલ્મમાં ક્રિતીને ઓન સ્ક્રીન ધુમ્રપાન કરતી દેખાડાઈ હતી. તે વખતે ચાહકોએ રોષ ઠાલવતાં ક્રિતીની માતા ગીતાએ સ્પષ્ટતા કરી હતી કે ક્રિતી સ્મોકિંગની વિરુદ્ધ છે. ઉલ્ટાનું ક્રિતી તેની આસપાસના અન્ય લોકોને સિગરેટ છોડવા માટે સમજાવતી હોય છે. હવે ક્રિતીના આ વીડિયો બાદ સત્ય શું છે તે ચાહકોએ જાણવા માગ્યું છે.