ગુજરાતમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત્

July 31, 2024

ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાંતામાં 8 મિ.મી., વલસાડના કપરાડા અને વાપીમાં 4 મિ.મી., સાબરકાંઠાના વડાલીમાં 3 મિ.મી. અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2 મિ.મી. વરસાદ ખાબક્યો છે. જેમાં 6 વાગ્યા સુધીમાં કુલ 536.73 મિ.મી વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 39.40, ઉત્તર ગુજરાતમાં 33.90, મધ્ય ગુજરાતમાં 6.02, સૌરાષ્ટ્રમાં 4.65 અને દક્ષિણ ગુજરાતમાં નોંધાયો હતો. આજે તારીખ 31મી જુલાઇ, 2024ના રોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60 ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 84 ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 69 ટકાથી વધુ, ઉત્તર ગુજરાત માં 43 ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 42 ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. જો છેલ્લા 24 કલાકના વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. જેમાં પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં પાંચ ઇંચ અને સરસ્વતી તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જયારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં ચાર ઇંચ જ્યારે જોટાણા, ખેરાલુ, મહેસાણા મળીને કુલ ત્રણ તાલુકામાં ત્રણ –ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. બેચરાજી, રાધનપુર, સાંતલપુર, લખાણી, માંડવી-કચ્છ, ચાણસ્મા, અંજાર, સિદ્ધપુર, વડનગર,  દેત્રોજ- રામપુરા, ઉમરપાડા, હારીજ, ખંભાળિયા, ભચાઉ અને સતલાસણા મળીને કુલ 15 તાલુકામાં બે – બે ઇંચ વરસાદ નોંધાયો હતો. 
પહેલી ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ થઇ શકે છે, તેમજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા,  અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
બીજી ઓગસ્ટના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ત્રીજી ઓગસ્ટના રોજ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીગસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.