રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો, 119 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

July 29, 2024

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં 6 થી 8 વાગ્યામાં 119 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. તેમાં સૌથી વધુ લુણાવાડામાં 4 ઇંચ વરસાદ આવ્યો છે. મોડાસામાં 2 ઇંચ, મેઘરજમાં 2 ઇંચ વરસાદ, ખાનપુરમાં પોણા બે ઇંચ, વિરપુરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ ક્વાંટમાં 1.5 ઇંચ, દહેગામમાં 1 ઇંચ વરસાદ, માલપુર અને બાયડમાં 1-1 ઇંચ વરસાદ તથા છોટા ઉદેપુરમાં 1 ઇંચ વરસાદ આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં વરસાદ આવ્યો છે. જેમાં બે દિવસના વિરામ બાદ વરસાદ પડ્યો છે. હિંમતનગર શહેર અને ગ્રામ્યમાં વરસાદ શરૂ થયો છે. તેમાં હડિયોલ, ગઢોડા, કરણપુરમાં વરસાદ પડ્યો છે. તેમાં ધનપુરા, ગાંભોઈ, હિંમતપુરમાં વરસાદ આવ્યો છે. સાબરકાંઠા તથા હિંમતનગરમાં ક્યાંક ધીમીધારે તો હળવાથી મધ્યમ ભારે વરસાદી ઝાપટા પડ્યા છે. બે દિવસ બાદ ફરી વરસાદ શરૂ થતા ઠંડકનો માહોલ છે.