શેરબજારમાં ઘટાડો:સેન્સેક્સ 676 અંક ઘટીને 60,070 પર બંધ, ટાટા મોટર્સના શેરમાં 6%થી વધુની તેજી

January 10, 2023

ભારતીય શેરબજારમાં અઠવાડિયાના બીજા કારોબારી દિવસે એટલે કે મંગળવાર (10 જાન્યુઆરી)ના રોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 676 અંકોના ઘટાડા સાથે 60,070ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 203 અંક ઘટીને 17,897ના સ્તરે આવી ગયો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં ઘટાડો જોવા મળી છે. માત્ર 6 શેરોમાં તેજી જોવા મળી છે.

બજારમાં આ ઘટાડાની વચ્ચે ટાટા મોટર્સના શેરમાં 6%થી વધુની તેજી જોવા મળી રહી છે. ટાટા મોટર્સના શેરોમાં આ તેજી કંપનીના ડિસેમ્બર સુધીના ત્રિમાસિક સેલ્સ રિઝલ્ટ આવ્યા પછી આવી છે. કંપનીના ગ્લોબલ સેલ્સમાં 13%નો વધારો થયો છે. ત્યાં JLRના હોલસેલ નંબરમાં પણ 15%ની તેજી આવી છે. ટાટા મોટર્સના શેર આજે 6% વધુ તેજી, એટલે કે 24 રૂપિયાના વધારા સાથે 414 રૂપિયાની પાર પહોંચી ગયો છે.

ટાટા મોટર્સના સિવાય પાવર ગ્રિડ, એપોલો હોસ્પિટલ, હિંડાલ્કો, ONGC, ડિવિસ લેબ અને ટાટા સ્ટીલ સહિત નિફ્ટી-50ના 13 શેરોમાં તેજી છે. તો ભારતીય એરટેલ, અદાણી એન્ટરપ્રાઇઝેઝ, SBI, આઇશર મોટર્સ, હીરો મોટોકોપ અને TCS સહિત નિફ્ટીના 37 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

NSEના 11 સેક્ટોરલ ઇન્ડેક્સમાંથી 9માં ઘટાડો જોવા મળી રહ્યો છે. PSU બેન્ક સેક્ટરમાં 2%થી વધુનો ઘટાડો છે. બેન્ક, IT, પ્રાઇવેટ બેન્ક, ફાઇનાન્સિયલ સર્વિસીસ, FMCG, રિયલ્ટી, મીડિયા અને મેટલ સેક્ટરમાં પણ મંદી જોવા મળી રહી છે. માત્ર ફાર્મા અને ઓટો સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે.

આની પહેલાં શેરબજારમાં વીકના પહેલા કારોબારી દિવસ એટલે સોમવાર (9 જાન્યુઆરી)એ શાનદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 847 અંક વધીને 60,747ના સ્તર પર બંધ થયો હતો. ત્યાં નિફ્ટી 242 અંક ઊછળીને 18,101ના સ્તરે પહોંચી ગયો હતો.