સેન્સેક્સ અને નિફ્ટી આજે ફરી ડાઉન, મિડકેપ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે
July 11, 2024
ભારતીય શેરબજારમાં કરેક્શનનો માહોલ આજે પણ જળવાઈ રહ્યો છે. સેન્સેક્સ આજે 245 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ પ્રોફિટ બુકિંગના કારણે 300થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. 10.45 વાગ્યે 282.28 પોઈન્ટ ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં ટાટા મોટર્સ, એચસીએલ ટેક, ટાટા સ્ટીલ, આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, ટીસીએસ સહિત 11 શેર્સ 2 ટકા સુધી ઉછાળે, જ્યારે 19 શેર્સ 1.53 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.
એનએસઈ નિફ્ટી પણ 24402નું લેવલ ક્રોસ કર્યા બાદ 10.47 વાગ્યે 73.60 પોઈન્ટ ઘટાડે 24250 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી ખાતે 23 શેર્સ ગ્રીન ઝોનમાં અને 26 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડેડ હતા.
મિડકેપ સેગમેન્ટમાં તેજીનો દોર હજી જારી છે. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 47753.3ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. યસ બેન્ક, સોના કોમ્યુનિકેશન, ટ્રેન્ટના શેર્સમાં વોલ્યૂમ આકર્ષક જોવા મળ્યા છે. ઈન્ડેક્સ ખાતે ટ્રેડેડ કુલ 126 શેર્સમાંથી 57 શેર્સ સુધર્યા છે, 69 શેર્સ ઘટાડે ટ્રેડેડ છે.
માર્કેટ નિષ્ણાતોના મતે માર્કેટમાં બુલિશ ટ્રેન્ડ હજી જારી છે. માર્કેટ ઓવરબોટ થયુ હોવાથી કરેક્શન જોવા મળી શકે છે. જો કે, તેનો લાભ લેતાં નીચા મથાળે ખરીદી કરવાની રણનીતિ અપનાવવા સલાહ આપી રહ્યા છે. વૈશ્વિક સ્તરે શેરબજારમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ટોક્યો, હોંગકોંગ, શાંઘાઈ જેવા એશિયન માર્કેટમાં તેજી જોવા મળી છે. બુધવારે અમેરિકી ડાઉ જોન્સ, નાસડેક ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
Related Articles
દિવાળી મુહૂર્તનો ટ્રેડિંગ 1 નવેમ્બરથી થશે:સાંજે 6 થી 7 વાગ્યા સુધી એક કલાકનું સ્પેશિયલ સેશન હશે
દિવાળી મુહૂર્તનો ટ્રેડિંગ 1 નવેમ્બરથી થશ...
સોનું પહેલીવાર 77 હજારને પાર:10 ગ્રામના ભાવમાં 522 રૂપિયાનો વધારો, ચાંદીમાં પણ 335 રૂપિયા પ્રતિ કિલોની તેજી
સોનું પહેલીવાર 77 હજારને પાર:10 ગ્રામના...
Oct 18, 2024
શેરબજારમાં રોકાણકારોની સંખ્યા મામલે ગુજરાત ત્રીજા ક્રમે
શેરબજારમાં રોકાણકારોની સંખ્યા મામલે ગુજર...
Oct 10, 2024
RBIનો રેપો રેટ અંગે મોટો નિર્ણય, સતત 10મી વખત યથાવત્
RBIનો રેપો રેટ અંગે મોટો નિર્ણય, સતત 10મ...
Oct 09, 2024
શેરબજારમાં મંદીનુ જોર વધ્યું, રોકાણકારોના આજે વધુ 9 લાખ કરોડ ડૂબ્યા, 689 શેર્સમાં લોઅર સર્કિટ
શેરબજારમાં મંદીનુ જોર વધ્યું, રોકાણકારોન...
Oct 07, 2024
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર, શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ એકઝાટકે 1264 પોઈન્ટ તૂટ્યો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર, શેરબજારમાં મોટો...
Oct 03, 2024
Trending NEWS
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
Oct 21, 2024