સાબરમતી નદી પ્રથમવાર બે કાંઠે વહેતી થઇ, નદીની સપાટીથી અઢીથી ત્રણ ફુટ ઉંચા વહેણ
July 31, 2024
છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદની હેલીથી પાટનગર પાણીથી તરબતર થયું છે. ત્યારે શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં જુલાઇ માસના અંતે જ પાણી આવ્યું છે. અષાઢ માસમાંજ મેઘમહેર થતાં સુકીભઠ્ઠ સાબરમતીમાં વહેણ જોવા મળ્યા છે. ત્યારે ઉપરવાસમાં અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ પડવાને પગલે નદીમાં પાણીની આવક થઇ છે.એટલુ જ નહીં, સતત વરસાદના પગલે નદીમાં અઢીથી ત્રણ ફુટ પાણી આવી ગયું છે. સંત સરોવરમાં પણ પાણી પહોંચી ગયું છે. ત્યારે આવનારા દિવસોમાં ધરોઇમાંથી પાણી છોડવામાં આવશે તો નદીમાં પાણીની સપાટી વધુ ઉંચી આવશે.
આગાહી અને અનુમાન પ્રમાણે આ વખતે મેઘરાજાએ તોફાની બેટીંગ કરી રહ્યા છે. ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજા સમગ્ર ગુજરાતમાં મન મુકીને વરસતા નદીઓ ફરી સજીવન થઇ ગઇ છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વર્ષાની હેલી ચાલી રહી છે. ઉપરાંત માણસા સહિત ઉપરવાસમાં પણ મેઘમહેર થઇ છે જેના કારણે સાબરમતી નદીમાં નવા નીર તો આવ્યા જ છે સાથે સાથે સે-30 પાસેથી પસાર થતી નદી બે કાંઠે વહેતી પણ જોવા મળી રહી છે.
Related Articles
દિવાળીના તહેવારમાં અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો
દિવાળીના તહેવારમાં અંબાજી મંદિર ખાતે આરત...
ગુજરાત અને રાજસ્થાનમાં દેશમાં સૌથી વધુ તાપમાન
ગુજરાત અને રાજસ્થાનમાં દેશમાં સૌથી વધુ ત...
Oct 29, 2024
વડોદરા ભવિષ્યમાં વિમાનોના ઉત્પાદનનું હબ બનશે, સી-295 એરક્રાફટ નિર્માણ માટેના પ્લાન્ટનું ઉદઘાટન
વડોદરા ભવિષ્યમાં વિમાનોના ઉત્પાદનનું હબ...
Oct 28, 2024
વાવ પેટાચૂંટણીને લઈ ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ
વાવ પેટાચૂંટણીને લઈ ફોર્મ ચકાસણીનો અંતિમ...
Oct 28, 2024
નારોલમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 2નાં મોત, 7ને હોસ્પિટલ ખસેડાયાં
નારોલમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં ગેસ લ...
Oct 27, 2024
ફેસબૂક પર CBI ઈન્સ્પેક્ટર-વોટ્સએપ પર વકીલ, ગઠિયાએ દોઢ લાખ ઠગ્યા
ફેસબૂક પર CBI ઈન્સ્પેક્ટર-વોટ્સએપ પર વકી...
Oct 27, 2024
Trending NEWS
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
Oct 29, 2024