શેરબજારમાં તેજીની આગેકૂચ, સેન્સેક્સ-નિફ્ટી સળંગ બીજા દિવસે ઐતિહાસિક ટોચે

June 26, 2024

ભારતીય શેરબજારમાં તેજીનો મોહોલ સપ્તાહના બીજા દિવસે પણ જળવાઈ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી સળંગ બીજા દિવસે ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. રોકાણકારોની મૂડીમાં રૂ. 1.40 લાખ કરોડ વધી છે. સેન્સેક્સ 78500 તરફ આગળ વધ્યો છે, નિફ્ટીએ 23800નું લેવલ વટાવ્યું છે.

સેન્સેક્સ આજે 430.03 પોઈન્ટ ઉછળી 78483.55ની ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ 11.45 વાગ્યે 361.42 પોઈન્ટ 78414.94ના લેવલે કારોબાર થઈ રહ્યો છે. નિફ્ટી 23825.75ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ 85.45 પોઈન્ટ ઉછળી 23806.75 પર ટ્રેડ થઈ રહ્યો છે. બીએસઈ માર્કેટ કેપ 437.29 લાખ કરોડ સાથે ઓલટાઈમ હાઈ થઈ છે.

બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 3842 સ્ક્રિપ્સ પૈકી 2075 શેર્સ સુધારા તરફી અને 1611 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 11.48 વાગ્યા સુધીમાં 248 શેર્સ 52 વીક હાઈ થયા હતા. જ્યારે 20 શેર્સ વાર્ષિક તળિયે પહોંચ્યા છે. 255 શેર્સમાં અપર સર્કિટ અને 169 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. સેન્સેક્સ પેકમાં સામેલ અલ્ટ્રાટેક સિમેન્ટ 3.14 ટકા, રિલાયન્સ 1.79 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 1.42 ટકા, હિન્દુસ્તાન યુનિલીવર 1.18 ટકા, ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. 

છેલ્લા કેટલાક દિવસથી નવી રેકોર્ડ ટોચ બનાવ્યા બાદ મેટલ, ઓટો, રિયાલ્ટી, હેલ્થકેર સેગમેન્ટમાં પ્રોફિટ બુકિંગ વધ્યું છે. બજાજ ઓટો 1.81 ટકા, ટીવીએસ મોટર 1.39 ટકા, આઈશર મોટર્સ 1.03 ટકા ઘટાડે ટ્રેડેડ છે. મેટલ ઈન્ડેક્સમાં વેદાંતા 2.73 ટકા, એનએમડીસી 2.64 ટકા, ટાટા સ્ટીલ 1.68 ટકા, અને હિન્દાલ્કો 1.64 ટકા ઘટાડા સાથે ટોપ લૂઝર્સ છે.