અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત યલો એલર્ટ

July 29, 2024

અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુરમાં વરસાદ આવ્યો છે. તેમજ ઇસ્કોન, પ્રહલાદનગર, ઘાટલોડિયા તથા સેટેલાઇટ, શિવરંજની, નહેરૂનગર અને એસ.પી.રિંગ રોડ, બોપલ, શેલામાં વરસાદ આવતા પાણી ભરાવાના શરૂ થયા છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત યલો એલર્ટ સાથે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે.

દ્વારકા, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ સહિત ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. ઓફસૉર ટ્રફ અને સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે.