ગુજરાતમાં કુપોષણનું કારણ ઝીરો ફીગર : આરોગ્ય મંત્રીનું વિધાનસભામાં વિવાદાસ્પદ નિવેદન

February 09, 2024

અમદાવાદ : કુપોષણ એ ગંભીર મુદ્દો છે. આંકડા સાબિત કરે છે ગુજરાતમાં કુપોષણનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. પરંતુ લાગે છે કે આરોગ્ય મંત્રીને આ વિષય ગંભીર લાગતો નથી. પરંતુ રાજ્યના આરોગ્ય મંત્રીએ તેને ઝીરો ફીગર સાથે જોડીને કુપોષણની મજાક ઉડાવી છે. ગુજરાત વિધાનસભામાં આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ઝીરો ફીગર મેળવવાની ઘેલછામાં લોકો કુપોષણનો શિકાર બની રહ્યાં છે. 


આરોગ્ય મંત્રીએ કુપોષણ મુદ્દે વિધાનસભામાં કહ્યું કે, કુપોષણનો વિષય ગામડુ હોય કે શહેર, ઝીરો ફીગર મેળવવાના કારણે કુપોષણ થાય છે. સમૃદ્ધ જિલ્લામાં પણ કેસો જોવા મળ્યા છે. આપણા વિસ્તારમાં બધા સાથે લઈને મારુ ગામ કુપોષણ મુક્ત ગામ બને એવુ કરીએ. કુપોષિત મુક્ત ગામ અને મહોલ્લાનો સંકલ્પ કરીએ. સરકારના કરોડો રૂપિયા આપે છે. માતાઓ માટે પણ ચિંતા કરે છે. માતા મૃત્યુ દર વધતો હોય છે, બાળ મૃત્યુ દર વધતો હોય છે. આપણે આવી સ્થિતિમાં માતાની સંભાળ રાખવા માટે વ્યવસ્થા કરી છે. મોટાભાગે બાળકનુ મોત સાત દિવસમા થતુ હોય છે. મેડિકલ કોલેજ અને હોસ્પિટલોને મંજુરી અપાઈ છે.