એક્સિડેન્ટ બાદ રશ્મિકા મંદાનાએ વર્ણવી વ્યથા, કહ્યું- ખૂબ જ નાની છે જિંદગી

September 10, 2024

સાઉથ અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી રશ્મિકા મંદાના અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ખરેખર, તાજેતરમાં જ અભિનેત્રીનું એકસીડન્ટ થયું હતું અને હવે તેણે પોતે જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ અંગે માહિતી આપી છે. આ સમાચાર સાંભળ્યા બાદ અભિનેત્રીના ફેન્સ પણ ખૂબ દુઃખી છે. રશ્મિકાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં તેણે પોતાનો એક ફોટો શેર કર્યો છે અને આ સાથે એક લાંબુ કેપ્શન પણ લખ્યું છે. જેમાં જણાવ્યું છે કે, 'મિત્રો, કેમ છો? હું જાણું છું કે મને અહીં એક્ટીવ થયાને કે જાહેર દેખાયાને ઘણો સમય થઈ ગયો છે. ગયા મહિના મારું નાનું એકસીડન્ટ થઈ ગયું હોવાથી હું બહુ એક્ટીવ ન હતી. પરંતુ હવે હું ઠીક છું. આ એક નાનું એકસીડન્ટ હતું, પરંતુ ડૉક્ટરોની સલાહથી હું ઘરે આરામ કરી રહી હતી. હવે હું ઠીક છું અને હું તમને એક વાત જણાવી દઉં કે હવે હું સુપર એક્ટિવ બની થઈ રહી છું, તો મારી એક્ટીવીટી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.' રશ્મિકાએ તેના ફેન્સને એક સંદેશ આપ્યો છે અને લખ્યું છે કે, 'તમારી સંભાળ રાખવાને તમારી સૌથી મોટી પ્રાથમિકતા બનાવો. કારણ કે જીવન ખૂબ જ નાજુક અને ટૂંકું છે અને આપણે જાણતા નથી કે આપણને આવતીકાલ જોવાનો મોકો મળશે કે નહીં, તેથી દરરોજ ખુશ રહેવાની ટેવ પાડો.' રશ્મિકાએ પોસ્ટના અંતમાં 'ખૂબ જ નાની છે જિંદગી' એવું લખીને તેના ફેન્સને ટેન્શનમાં મૂકી દીધા છે, જ્યારે વાતનો અંત કરતાં અભિનેત્રીએ વાતાવરણને હળવું કર્યું અને લખ્યું- હું બીજું અપડેટ આપું છું, આ દરમિયાન મેં ઘણા લાડુ ખાધા છે. રશ્મિકા મંદાનાએ આ પોસ્ટ પર કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે. જો રશ્મિકાની આવનાર ફિલ્મો વિષે વાત કરીએ તો આ યાદીમાં 'પુષ્પા 2 - ધ રૂલ', રેઈનબો, ધ ગર્લફ્રેન્ડ, છાવા, સિકંદર અને કુબેરા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.