મુંબઈમાં એક બહુમાળી ઇમારતના તમામ ફ્લોર આગની લપેટમાં, ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે

January 13, 2024

મુંબઈમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે જેમાં ઈમારતના તમામ ફ્લોર આગની લપેટમાં આવી ગયા છે. હાલ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. મુંબઈમાં  ડોમ્બિવલી વિસ્તારમાં આવેલા એસ્ટ્રેલા ટાવરમાં આગ લાગવાની ઘટના બની છે, જેમાં પાંચથી છ માળની ગેલેરી બળીને ખાખ થઈ ગઈ છે. હાલ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ આગની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે આખું બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું છે. હાલ આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જણાવાયું છે.