બાહુબલીના 'ભલ્લાલદેવ' એ જાહેરમાં કિંગ ખાનના ચરણસ્પર્શ કર્યા, યૂઝર્સ થયા ખુશ, કર્યા ભરપૂર વખાણ

September 11, 2024

હિંદી સિનેમાનો ફેમસ એવોર્ડ્સ શો 'આઈફા' એક વાર ફરીથી વાપસી કરવા માટે પૂર્ણરીતે તૈયાર છે. આ ફિલ્મ એવોર્ડ્સનું 24મું એડિશન આ વર્ષે અબુ ધાબીમાં આયોજિત થવાનું છે. 10 સપ્ટેમ્બરે મુંબઈમાં એક પ્રિ ઈવેન્ટના આધારે આઈફા એવોર્ડ્સને લઈને સત્તાવાર જાહેરાત થઈ છે. જેમાં શાહરુખ ખાન, કરણ જોહર, સાઉથ સુપરસ્ટાર રાણા દગ્ગુબાતી જેવા કલાકારોએ હાજરી આપી. આની એક ખાસ ક્ષણ હાલ ચર્ચાનો વિષય બનેલી છે, જ્યારે રાણા દગ્ગુબાતીએ જાહેરમાં શાહરુખ ખાનના ચરણસ્પર્શ કર્યાં.  ફિલ્મ બાહુબલીમાં 'ભલ્લાલદેવ' ની ભૂમિકા નિભાવનાર રાણા દગ્ગુબાતી સાઉથ સિનેમાનો ફેમસ સુપરસ્ટાર્સ પૈકીનો એક છે. આઈફા એવોર્ડ્સની સત્તાવાર જાહેરાત દરમિયાન તેણે શાહરુખ ખાન અને કરણ જોહર સાથે સ્ટેજ શેર કર્યો છે. આ અવસરની એક લેટેસ્ટ તસવીરને સેલેબ્સ ફોટોગ્રાફર યોગેશ શાહે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. જેમાં રાણા દગ્ગુબાતી સૌની સામે શાહરુખ ખાનના ચરણ સ્પર્શ કરતો નજર આવી રહ્યો છે. તે બાદ કિંગ ખાને તેને ગળે લગાવ્યો. શાહરુખ ખાનના પ્રત્યે સાઉથ સુપરસ્ટારના આ સન્માનને જોતાં ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યાં છે.  એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું છે, 'જમીન સાથે જોડાયેલો સાઉથ સિનેમાનો સુપરસ્ટાર.' આ સિવાય ઘણા યુઝર્સ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ ક્ષણની તસવીર અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.