એક્શન અને થ્રીલરથી ભરપૂર ફિલ્મ 'દેવરા'નું ટ્રેલર રિલીઝ

September 11, 2024

જુનિયર NTR, જ્હાન્વી કપૂર અને સૈફ અલી ખાનની આગામી ફિલ્મ 'દેવરા'નું શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેને ફેન્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. જુનિયર NTRની આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. ફેન્સ લાંબા સમયથી તેના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા, જે આખરે આજે એટલે કે 10મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ ગયું છે. દેવરાનું ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે, આ ફિલ્મ એક્શન સિક્વન્સ અને એક્શન થ્રીલરથી ભરપૂર હશે. દેવરાનું ટ્રેલર રિલીઝ થયા બાદ દર્શકોમાં ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

'દેવરા'ની વાત કરીએ તો જુનિયર NTRની ફિલ્મ એક માસ એક્શન ડ્રામા છે. જેમાં જુનિયર NTR ડબલ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં તે પહેલા પિતાની ભૂમિકા ભજવશે, જે નીડર અને હિંમતવાન છે અને સૈફ અલી ખાન સાથે લડે છે. જ્યારે બીજા અવતારમાં તે સામાન્ય અને ડરપોક દેખાય છે. ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે દેવરા (જુનિયર NTR) ભૈરા (સૈફ અલી ખાન) સામે ટકરાશે.