તુલા સહિત 6 રાશિના લોકોએ સાવધાન રહેવું, દેશમાં દુર્ઘટનાઓ વધવાની શક્યતા
December 06, 2021

5 ડિસેમ્બર, રવિવારે મંગળ રાશિ બદલીને વૃશ્ચિકમાં આવી ગયો છે. હવે આ ગ્રહ પોતાની જ રાશિમાં રહેશે. આ રાશિમાં પહેલાથી જ કેતુ, સૂર્ય અને બુધ રહેવાથી હવે ચતુર્ગ્રહી યોગ બની ગયો છે. મંગળ અને રાહુનો દૃષ્ટિ સંબંધ રહેવાથી અંગારક યોગ બની રહ્યો છે. આ અશુભ ફળ આપનાર યોગ છે. મંગળ 16 જાન્યુઆરી સુધી આ રાશિમાં જ રહેશે. ત્યાં સુધી આ અશુભ યોગ બની રહેશે. નક્ષત્રોની આ સ્થિતિની અસર દેશ-દુનિયા સહિત બધી જ રાશિના લોકો ઉપર રહેશે. જાણો કેવું રહેશે મંગળનું રાશિ પરિવર્તન...
જ્યોતિષાચાર્ય ના જણાવ્યા પ્રમાણે મંગળના કારણે દેશમાં આંદોલન, હિંસા, ઉપદ્રવ અને આગની દુર્ઘટનાઓની સ્થિતિ બની શકે છે. હવા કે પાણી સાથે જોડાયેલી દુર્ઘટનાઓ થવાની શક્યતા છે. દેશના થોડા ભાગમાં હવા સાથે વરસાદ પણ થશે. ભૂકંપ કે અન્ય પ્રકારે પ્રાકૃત્તિક આપત્તિઓ થવાની શક્યતા છે. સેના અને પોલીસ વિભાગ સાથે જોડાયેલાં મામલાઓ સામે આવી શકે છે. નેવી સેનાની તાકાત વધશે. દેશની કાનૂની વ્યવસ્થા પણ મજબૂત રહેશે.
મંગળના રાશિ બદલવાથી મિથુન, કન્યા અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ઉન્નતિની તક મળી શકે છે. અનેક મામલે કિસ્મતનો સાથ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારના યોગ છે. સ્વાસ્થ્યના મામલે પણ સમય સારો રહેશે. મંગળના પ્રભાવથી જૂની પરેશાનીઓ અને વિવાદ દૂર થઈ શકે છે.
મંગળના નીચ રાશિમાં આવી જવાથી મેષ, વૃષભ, સિંહ, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ 6 રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં સાવધાન રહેવું પડશે. તણાવ અને વિવાદની સ્થિતિ બની શકે છે. કામકાજમાં વિઘ્ન આવી શકે છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ થઈ શકે છે. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાનું ટાળવું.
મંગળના પ્રભાવથી કર્ક, કુંભ અને મીન રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 2 રાશિના લોકોને થોડા મામલે કિસ્મતનો સાથ મળી શકે છે. ફાયદો પણ થશે. પરંતુ કામકાજમાં વિઘ્ન અને ફેરફારનો પણ સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યના મામલે ઉતાર-ચઢાવાનો સમય રહેશે.
મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે મધ ખાઈને ઘરેથી બહાર જવું. લાલ ચંદનનું તિલક કરવું. લાલ ફૂલથી હનુમાનજીની પૂજા કરો. સિંદૂર લગાવો. મંગળવારના દિવસે તાંબાના વાસણમાં અનાજ ભરીને હનુમાનજીના મંદિરમાં દાન કરવું જોઈએ. માટીના વાસણમાં ભોજન કરો.
મસૂરની દાળનું દાન કરો. પાણીમાં થોડું લાલ ચંદન મિક્સ કરીને સ્નાન કરો. આ ઉપાયોની મદદથી મંગળની અશુભ અસરને ઘટાડી શકાય છે.
Related Articles
સંવિધાનમાં હિન્દુ રાષ્ટ્ર માટે સંશોધન થવું જોઇએ.- ધીરેન્દ્ર શાસ્ત્રી
સંવિધાનમાં હિન્દુ રાષ્ટ્ર માટે સંશોધન થવ...
Jun 03, 2023
કેવો રહેશે જૂન મહિનો?:સૂર્ય અને બુધ રાશિ પરિવર્તન કરશે, જેના પ્રભાવથી સિંહ સહિત બીજી 4 રાશિના જાતકોને અણધાર્યો લાભ થશે
કેવો રહેશે જૂન મહિનો?:સૂર્ય અને બુધ રાશિ...
Jun 01, 2023
અમરનાથ યાત્રા પર નહીં જઈ શકે 13 વર્ષની નીચેના અને 75 વર્ષથી વધુ ઉંમરના લોકો
અમરનાથ યાત્રા પર નહીં જઈ શકે 13 વર્ષની ન...
May 16, 2023
વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર:12 મહિના પછી સૂર્યનો શુક્રની રાશિમા પ્રવેશ
વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર:12 મહિના પછી...
May 16, 2023
મે મહિના દરમિયાન સૂર્ય, મંગળ અને શુક્ર રાશિ બદલશે
મે મહિના દરમિયાન સૂર્ય, મંગળ અને શુક્ર ર...
May 01, 2023
ગુરુનો ઉદય થતાં સર્જાશે હંસ રાજયોગ:27 એપ્રિલે ગુરુનો ઉદય થતાં માંગલિક કાર્યો શરૂ થશે
ગુરુનો ઉદય થતાં સર્જાશે હંસ રાજયોગ:27 એપ...
Apr 25, 2023
Trending NEWS

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

05 June, 2023

05 June, 2023

05 June, 2023