દિલ્હી વિધાનસભાની ચૂંટણી : AAPએ ભાજપના સૂપડા સાફ કરી નાંખ્યા

February 11, 2020

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઝાડુએ ભાજપના સૂપડા સાફ કરી નાંખ્યા છે. જોકે 2015ની ચૂંટણીના મુકાબલે ભાજપનો દેખાવ સુધર્યો છે.આ ચૂંટણીમાં ભાજપને 3 જ બેઠકો મળી હતી અને 32 ટાક મત મળ્યા હતા.જ્યારે કોંગ્રેસને 10 ટકા તથા આપને 54 ટકા મત મળ્યા હતા. જોકે આ વખતે ચૂંટણીના જે પરિણામો આજે આવી રહ્યા છે તે પ્રમાણે ભાજપને આ વખતે 43 ટકા કરતા વધારે મત મળે તેમ લાગે છે.સૌથી વધારે નુકસાન કોંગ્રેસને થઈ રહ્યુ છે.કોંગ્રસને માત્ર 4.5 ટકા મત મળે તેમ લાગે છે.કોંગ્રેસને ગયા વખતે 9 ટકા જેટલા મત મળ્યા હતા.આમ કોંગ્રેસને પાંચ ટકાનુ નુકસાન થયુ છે. છેલ્લી ઘડીએ ભાજપના નેતાઓએ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો હતો તેના કારણે આ વખતે ભાજપને 10 થી 15 બેઠકો મળે તેમ અત્યારની ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડને જોતા લાગી રહ્યુ છે.